Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીની આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી:કુપોષણ નિવારણ માટે બાળકો, મહિલાઓ અને કિશોરીઓને સ્થાનિક આહાર અંગે માર્ગદર્શન અપાયું

    6 hours ago

    રાષ્ટ્રીય પોષણ માસ-2026ની ઉજવણી અંતર્ગત અમરેલી ઘટક-1ની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. કુપોષણ નિવારણ સાથે બાળકો, મહિલાઓ અને કિશોરીઓમાં પોષણ અંગે જાગૃતિ વધારવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. THRના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આંગણવાડી કેન્દ્રોમાં મુખ્ય સેવિકા બહેનો દ્વારા ટેક હોમ રેશન (THR)ના પેકેટના યોગ્ય ઉપયોગ અને તેના પોષણલક્ષી ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ તથા આરોગ્ય અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જોખમી સગર્ભા મહિલાઓની ઓળખ કરી આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી તેમને જરૂરી સારવાર અને સેવાઓ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. દાળ-કઠોળની રંગોળીથી પ્રોટીનયુક્ત આહારનો સંદેશ પોષણ માસની થીમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં દાળ અને કઠોળની રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. તેના માધ્યમથી સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોને દાળ, કઠોળ, દૂધ, દહીં સહિતના પ્રોટીનયુક્ત સ્થાનિક ખાદ્યપદાર્થોને રોજિંદા આહારમાં સામેલ કરવા અંગે સમજ આપવામાં આવી હતી. પોષણમાં પુરુષોની ભૂમિકા અંગે પણ જાગૃતિ કાર્યક્રમોમાં પુરુષો અને પિતાઓની સહભાગિતા સુનિશ્ચિત કરી પરિવારના પોષણમાં પુરુષોની ભૂમિકા અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી. સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ પોષણયુક્ત ખાદ્યપદાર્થો અંગે સત્રો યોજી સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવામાં આવી હતી. 367 લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અમરેલી ઘટક-1 હેઠળની વિવિધ આંગણવાડીઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં આશરે 367 લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આંગણવાડી કાર્યકર બહેનો, મુખ્ય સેવિકાઓ સહિત ICDS અમરેલી-1 ઘટકનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમોની કામગીરીમાં સહભાગી બન્યો હતો. પોષણ અંગે સમુદાયની ભાગીદારી વધારવાનો પ્રયાસ પોષણ માસ અંતર્ગત યોજાતી આવી પ્રવૃત્તિઓના માધ્યમથી મહિલાઓ અને બાળકોને પોષણયુક્ત આહાર અંગે જાગૃત કરવા તેમજ પોષણ સંબંધિત સરકારી યોજનાઓમાં સમુદાયની ભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાને પાડી દેવાનો ચીન-રશિયાનો પ્લાન:BRICSમાં બબાલ, 7 વર્ષ પછી જિનપિંગ ભારતમાં, બ્રિક્સમાં વેપારના ગણિતની ABCD સમજો
    Next Article
    MP ગ્રૂપ ઓફ કંપનીના મીહિર પરીખ સામે વધુ એક ફરિયાદ:શેરબજાર અને મ્યુચ્યુલફંડમાં રોકાણ કરાવી વસ્ત્રાલના વેપારી પાસેથી 41 લાખ પડાવ્યા, મહિને 2% રિટર્નની લાલચ આપી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment