Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાને પાડી દેવાનો ચીન-રશિયાનો પ્લાન:BRICSમાં બબાલ, 7 વર્ષ પછી જિનપિંગ ભારતમાં, બ્રિક્સમાં વેપારના ગણિતની ABCD સમજો

    7 hours ago

    તારીખઃ 12 સપ્ટેમ્બર, 2026 સ્થળઃ ભારત મંડપમ, દિલ્લી ઘડિયાળનો કાંટો એ પળ તરફ સરકવાનો છે જ્યારે સાત વર્ષના મૌન અને નારાજગી પછી ડ્રેગનના સરતાજ શી જિનપિંગ, 400 માણસોની ફૌજ લઈને ભારતની ધરતી પર પગ મૂકશે. ગલવાનની બરફીલી ખીણમાં વહેલું અને થીજેલું લોહી હજુ ઈતિહાસના પાનાંમાંથી ભૂંસાયું નથી ને દિલ્લીમાં ચીન માટે લાલ જાજમ પથરાવા જઈ રહી છે. સિક્યોરિટી કોરિડોરમાં અધિકારીઓના શ્વાસ અધ્ધર હશે અને હવામાં કોઈ મોટા કાવતરાની ગંધ તરવરતી હશે. આ બધા વચ્ચે સવાલ એક જ હશે... શું ભારત જૂની દુશ્મનાવટ દફનાવીને દોસ્તીનું નાટક ભજવશે? કે પડદા પાછળ ભારત કંઈક અલગ જ માસ્ટર સ્ટ્રોક મારશે? 11 મહાસસ્તાઓ, અડધી દુનિયાની વસ્તી અને દાવ પર હશે દુનિયાના વેપારનું સિંહાસન. વાત કરીશું બ્રિક્સ સમિટની એ બબાલની, જ્યાં ભારતે ચીન સાથે દોસ્તી નહીં પણ ચાલાકીભરી કોમ્પિટિશન થવાની રમત રમાશે. વિગતે વાત કરીએ તમારી આંખો પહોળી કરી મૂકે એવી હકિકતની નમસ્કાર... આવતીકાલથી દિલ્લીમાં 18મું બ્રિક્સ શિખર સંમેલન શરૂ થવા જઈ રહ્યું છે. તમારી જાણ માટે આ બ્રિક્સ પહેલા જેવું જૂનું સંગઠન નથી રહ્યું જેમાં પાંચ દેશો જ હતા. હવે એમાં સાઉદી અરેબિયા અને UAE જેવા અનેક દેશો ભળી ગયા છે અને કૂલ 11 દેશોની મહાસત્તા બની ગયું છે. જરા વિચારો આ 11 દેશો ભેગા થયા તો એ દુનિયાની અડધી વસ્તી થઈ જાય છે. બાકી બ્રિક્સનું મહત્વ નીચેનું ઈન્ફોગ્રાફિક્સ જોઈને સમજી લો જેથી સમજાય જાય કે ભારતમાં આવતીકાલથી શું થવા જઈ રહ્યું છે. 7 વર્ષ બાદ જિનપિંગના પગ ભારતમાં પડશે આ આખી ઈવેન્ટમાં સૌથી મોટો સસ્પેન્સ ચીનનો છે. છેલ્લે સુધી ચીને કન્ફર્મેશન ન આપ્યું કે તે આવવાનું છે કે નહીં. જિનપિંગની વાત કરીએ તો છેલ્લે તે 2019માં ચેન્નઈમાં આવ્યા હતા. પછી તેમણે ભારતની જમીન પર પગ જ નથી મૂક્યો કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે 2020માં ગલવાન ઘાટીમાં લોહી વહ્યા પછી બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. હવે બ્રિક્સના કારણે જિનપિંગ પોતાના અંદાજે 400 લોકોની ચીની ફૌજ લઈને દિલ્લીમાં ઉતરવાના છે. શું ભારતે ચીન સાથે દોસ્તી કરી લેવી જોઈએ? પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે ભારતે જો આગળ વધવુ હોય તો તેણે ગલવાનમાં જે થયું તે ભૂલી જવું જોઈએ અને ચીન સાથે દોસ્તી કરી લેવી જોઈએ. શું ભારતે ખરેખર આવું કરવું જોઈએ? જવાબ છે બિલકુલ નહીં. ભારતે ચાલાકીથી ચીન સાથે દોસ્તી રાખ્યા વગર ભેગું રહીને સ્પર્ધા પણ કરવાની છે. કારણ કે એક બાજુ ચીન વેપાર વધારવાની મીઠી વાતો કરે છે તો બીજી બાજુ તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર 60 હજાર મેગાવોટનો મહાકાય ડેમ બનાવીને આપણને ડરાવવાનું કાવતરું કરી રહ્યું છે. પુતિન અને જિનપિંગનો ફુલપ્રુફ પ્લાન પણ બીજો મોટો ખેલ રશિયા અને ચીન બંને ભેગા મળીને ખેલી રહ્યા છે. બંને ઈચ્છે છે કે બ્રિક્સનો ઉપયોગ કરીને અમેરિકા અને યુરોપની બેન્ડ બજાવી દો. આ વિદેશ નીતિને એન્ટી વેસ્ટર્ન નીતિ કહેવાય છે. પણ ભારતે ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ અમે પશ્ચિમી દેશો સાથે પણ નથી અને વિરોધમાં પણ નથી. ભારતની વિદેશ નીતિ ક્લિયર છે, નોન વેસ્ટર્ન અને નોટ એન્ટી વેસ્ટર્ન. બધા સાથે સારા સંબંધો. ભારતને કેમ ચીનની ગરજ છે? પણ ચીન ભલે ગમે એટલી લુચ્ચાઈ કરે, આપણે એ જ ચીનની ગરજ પણ છે. કારણ છે અબજો ડોલરનો વેપાર. આપણે ચીન સામે વેપારમાં લૂંટાઈ તો રહ્યા જ છીએ પણ હવે ભારતે નક્કી કર્યું છે કે લૂંટાવાનું તો છે જ પણ ક્યાં અને કેટલું લૂંટાવું એ આપણે જ નક્કી કરવાનું છે. ડોલર છાપવામાં ભારત-ચીનની ભાઈબંધી માટે જ જો ખરેખર ભારતને આગળ વધવુ હોય અને મોટી ઈકોનોમી કરવી હોય તો ચીન સાથે ડખા છતાં વેપાર તો વધારવો જ પડશે. એટલે જ ભારતે આખી ગેમ બદલી નાખી છે. આપણી ડિક્સન કંપની અને ચીનની વિવો કંપનીએ ભારતમાં સ્માર્ટ ફોન બનાવવા માટે ભાગીદારી કરી લીધી છે. પણ શરત અહીં એ મૂકાઈ છે કે 51 ટકા માલિકી ભારતની કંપનીની રહેશે અને બાકીની ચીનની. એટલે કે ટેક્નોલોજી અને પૈસા ચીનના, ફેક્ટરી ભારતમાં, રોજગાર ભારતને, જે ફોન બને એ યુરોપ અને અમેરિકામાં વેચીને ડોલરની કમાણી થાય તે પણ ભારતની. ભારતને છેતરી રહ્યું બ્રિક્સ? આ તો થઈ ખાલી ચીનની વાત, આખા બ્રિક્સ દેશો સાથે પણ ભારતનો વેપાર ખાધ મોટો છે. ભારતનો બ્રિક્સ દેશો સાથે વેપાર બહુ વધારે છે પણ ભારત પાસેથી બ્રિક્સ તેશો બહુ ઓછી ખરીદી કરે છે. 2025-2026ના ડેટા કહે છે કે આપણે બ્રિક્સ દેશોમાંતી $321.8 અબજની જોરદાર આયાત કરી પણ સામે નિકાસ ખાલી $95.7 અબજની જ કરી. એટલે કે આપણી વેપાર ખાધ સીધી $226.1 અબજ ડોલર થઈ ગઈ! આ બહુ ભયાનક આંકડા છે કારણ કે બ્રિક્સમાં રહેવાનો ભારતને ફાયદો મળવો જોઈએ પણ મળી નથી રહ્યો એવો આ આંકડાનો મતલબ છે. ભારત કેવી રીતે બન્યું સ્માર્ટ ગ્રાહક પણ આ હાલ હોવા છતાં ભારત એક રીતે સ્માર્ટ ગ્રાહક તો બન્યું જ છે. રશિયા પાસેથી આખી દુનિયાએ પ્રતિબંધ હોવા છતાં આપણે રશિયા પાસેથી તેનું સસ્તું ક્રુડ ઓઈલ ખરીદ્યું. ખાલી એટલું જ નહીં, તેને રિફાઈન કરીને પેટ્રોલ-ડીઝલ બનાવીને દુનિયાને વેચીને ડોલર પણ જોરદાર કમાવ્યા. ભારત અને બ્રિક્સની કેવી ભાગીદારી? સામેની બાજુ બ્રિક્સ દેશોની દુનિયામાં વેપાર ભાગીદારીની વાત કરીએ તો... બ્રિક્સની 41 ટકા આર્થિક તાકાત એકલા ચીન પાસે છે. ભારતની 10 ટકા અને રશિયાની 9 ટકા છે. પણ આપણે એટલે કે બ્રિક્સ દેશો ડોલરનો દબદબો ઓછો કરવા માટે ભેગા મળીને પોતાની કરન્સી લાવીશું એ વાતનું શું? તો હવે એ સમજી લઈએ. શું દુનિયા ડોલરને પાડી દેશે? 2022માં રશિયાના 300 અબજ ડોલર ફ્રીઝ થયા પછી દુનિયામાં ડીડોલરાઈઝેશનની એક લહેરકી ચાલી. એટલે વેપારમાંથી ડોલરને બદલે બીજા ચલણને લાવવાની વાતો. પણ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનો 2026નો ફર્સ્ટ ટ્રાઈમેસ્ટરનો ડેટા કહે છે કે હજુ પણ દુનિયાની સેન્ટ્રલ બેંકની 57 ટકા જેટલી સંપત્તિ ડોલરમાં જ છે. જ્યારે આટલા કૂદકા મારતા ચીનના ચલણ યુઆનનો ભાગ ખાલી 1.99 ટકા જ છે. ડોલરની જગ્યાએ ચીન પોતાનું ચલણ લાવશે? એટલે કે ડોલર આમ તો ક્યાંય જવાનો નથી એવું કહીએ તો એ કોઈ અતિશયોક્તિ ન કહી શકાય. ભારત માટે અહીં સૌથી મોટો ખતરો એ છે કે, જો બ્રિક્સ દેશો ભેગા મળીને ડોલર સામે કોઈ બીજી કરન્સી બનાવે તો તે ચીનના યુઆન પર આધારિત રહેશે કે નહીં? જો આવું થાય તો ડીડોલરાઈઝેશનનો કોઈ મતલબ નહીં કહેવાય. કારણ કે આપણે એક કરન્સીના જાળમાંથી બચી તો રહ્યા હોઈશું પણ બીજી કરન્સીના વંટોળમાં ફસાઈ જઈશું. ભારતના બધા સાથે સારા સંબંધો એટલે ભારત ચીનની ક્રોસ બોર્ડર બેન્કિંગ સિસ્ટમમાં જોડાશે કે નહીં તે મોટો સવાલ રહેશે. આપણે રશિયા કે યુએઈ પાસેથી સસ્તું તેલ લઈને રૂપિયા કે દિરહામમાં વેપાર કરીને આપણો ખર્ચ બચાવી રહ્યા છીએ પણ અમેરિકા સાથે દુશ્મનાવટ વહોર્યા વગર કારણ કે આપણે આપણો મોટા ભાગનો ગેસનો હિસ્સો ત્યાંથી જ મગાવી રહ્યા છીએ. એવામાં ટ્રમ્પે અગાઉ સોય ઝાટકીને ધમકી પણ આપી હતી કે, તો સવાલ આવે કે શું બ્રિક્સ દેશો પશ્ચિમ વિરોધી છે. ભારતના વિદેશ મંત્રી જયશંકરની ભાષામાં સમજીએ તો.. ડિડોલરાઈઝેશનમાં બ્રિક્સમાં ફાટાં? આટલું જ નહીં એવો પણ ગણગણાટ છે કે ડિડોલરાઈઝેશન માટે બધા બ્રિક્સ દેશો એકસાથે નથી. રશિયા અને ચીન અમેરિકા અને યુરોપ વિરોધી ગેંગ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે બ્રાઝિલ અને સાઉદી અરેબિયા જેવા દેશો ડિડોલરાઈઝેશન મામલે ચીનના એજન્ડાની હવા કાઢી રહ્યા છે. આ બધા ડખા વચ્ચે આપણે ભારતનું સ્ટેન્ડ વિદેશ મંત્રી એસ જયશંકરની વાતથી સમજીએ. 2023માં અમેરિકાની હડસન ઈન્સ્ટિટ્યૂટમાં તેમણે કહ્યું હતું કે, “ભારત નોન-વેસ્ટર્ન છે, ભારત એન્ટી-વેસ્ટર્ન નથી.” ટૂંકમાં ભારત યુરોપ કે અમેરિકાનો હિસ્સો બિલકુલ નથી અને એવું પણ નથી કે ભારત તેમનું દુશ્મન છે. તો સામેની બાજુ એવો સવાલ થાય કે ભારતને બધા સાથે સારી દોસ્તી રાખવી છે તો પછી ચીન અને રશિયા સાથે બ્રિક્સ સમીટમાં આપણે શા માટે બેઠા છીએ? તો અહિંથી જ અસલી રમત શરૂ થાય છે. ભારતને BRICSની ગરજ કેમ છે? શીત યુદ્ધ પછી એક જમાનો એવો આવ્યો હતો જ્યારે ભારત, રશિયા અને ચીન સાથે મળીને મલ્ટીપોલર વર્લ્ડની માગ કરી રહ્યું હતું. એટલે કે દુનિયામાં કોઈ એકલા દેશની દાદાગીરી બિલકુલ ન ચાલવી જોઈએ. પણ હવે ગેમ પલટાઈ ગઈ છે. અમેરિકાનો ત્યારે દબદબો હતો એવો હાલ નથી, આજે દુનિયામાં ચીનનો ડંકો વાગે છે. એટલા માટે જ ભારત બની શકે કે નવી મલ્ટિપોલર એશિયાની પોલિસીમાં શિફ્ટ થઈ ગયું હોય. ટૂંકમાં એશિયામાં કોઈ સંજોગોમાં એકલા ચીનની દાદાગીરી ન ચાલવી જોઈએ. ભારત બ્રિકસમાં એટલા માટે છે જેથી ચીન આખા સંગઠનને પોતાની જાગીર ન બનાવી લે કે સમજી લે. ભારત-ચીન ચૂપચૂપકે ગુફ્તગુ કરી રહ્યું છે? તો સવાલ છે કે શું ભારતે ચીન સાથે દોસ્તી કરી લેવી જોઈએ? અત્યારે જવાબ આપવો મુશ્કેલ છે કારણ કે બંને દેશો વચ્ચે સરહદોનો ડખો છે. જો કે સમાચાર એવા પણ છે કે ઓછા ચર્ચિત વિસ્તારોમાં કબજા મામલે બંને દેશોના અધિકારીઓ વચ્ચે ચર્ચાઓ પણ ચાલી રહી છે કે પહેલા નાના ઝઘડા પતાવી લઈએ પછી વિચારીશું કે મોટા વિસ્તારોના વિવાદ મામલે શું કરવું. દુનિયામાં કેવી રીતે ડંકો વગાડી રહ્યું છે ભારત? બીજી વાત એવી પણ છે કે ભારત હવે કોઈ છાવણીમાં પણ બંધ બેસવા નથી માગતું. ભારત હિંદ મહાસાગરમાં ચીન સામે અમેરિકા અને જાપાન સાથે મળીને ક્વાડમાં બેઠકો પણ કરે છે અને ટેક્નોલોજી માટે યુરોપ સાથે હાથ મિલાવે છે. જ્યારે દુનિયામાં એનર્જી ક્રાઈસિસ ઉભી થઈ ત્યારે રશિયા પાસેથી અમેરિકાની ધાકધમકીઓ છતાં સસ્તું ક્રુડ ઓઈલ પણ ખરીદે છે અને ગ્લોબલ સાઉથના બોસ બનીને બ્રિક્સમાં યજમાન બનીને દુનિયામાં ડંકો પણ વગાડે છે. આવતીકાલે દિલ્લીમાં શરૂ થઈ રહેલી બ્રિક્સ સમીટ અને તેમાં જિનપિંગની હાજરી એ વાત સાબિત કરે છે કે ભારત હવે ખાલી દુનિયાના નિયમો પાળતો દેશ નથી રહ્યો, પણ દુનિયા કેવી રીતે ચાલશે એના નિયમો સ્માર્ટ પ્લેયર બનીને વિચારશે. અને છેલ્લે… વાત ભારતની... કારણ કે બ્રિક્સ સમીટ મામલે કોંગ્રેસના વિચારો અલગ-થલગ જોવા મળ્યા. ચિદમ્બરમનું કહેવું છે કે બ્રિક્સથી મળ્યું શું? સામેની બાજુ થરૂરે કહ્યું કે 11 દેશોને એક મંચ પર લાવવાની તાકાત જો કોઈ પાસે છે તો તે ભારત છે. જો કે આ બંને વાતોથી પાર્ટીમાં ગણગણાટ જરૂર શરૂ થઈ ગયો છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    Hurt Of Losing Manchester Derby Is Right Up There With Losing Against Liverpool: Harry Maguire
    Next Article
    અમરેલીની આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી:કુપોષણ નિવારણ માટે બાળકો, મહિલાઓ અને કિશોરીઓને સ્થાનિક આહાર અંગે માર્ગદર્શન અપાયું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment