Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્ની-પુત્રો સાથે ઝઘડો કરી પતિએ ઘરવખરી શેરીમાં લાવી સળગાવી દીધી:સુરતમાં કૌટુંબિક કલેશમાં આખું ઘર ફૂંકી મારવાનો પ્રયાસ, એક મહિનાથી બહાર રહેતો હતો

    6 hours ago

    સુરતના કાપોદ્રા વિસ્તારમાં પારિવારિક કંકાસમાં પતિએ હદ વટાવી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ક્રિષ્નાનગરમાં રહેતા એક આધેડે પત્ની અને પુત્રો સાથે ઝઘડો કરી, ઘરનો તમામ સામાન શેરીમાં કાઢી તેમાં આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં, ગેસનો ચૂલો અને ફર્નિચર તોડીફોડી આખું ઘર સળગાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટનામાં અંદાજે દોઢ લાખ રૂપિયાની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. બનાવ અંગે કાપોદ્રા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મહિનાથી બહાર રહેતો પતિ અચાનક ઘરે આવ્યો ને ગાળાગાળી શરૂ કરી કાપોદ્રા સ્થિત લક્ષ્મણનગરની બાજુમાં આવેલા ક્રિષ્નાનગરમાં રહેતાં 50 વર્ષીય દક્ષાબેન ઘનશ્યામભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પરિવારમાં પતિ ઘનશ્યામ કાનજીભાઈ પરમાર તથા બે પુત્રો છે. પતિ ઘનશ્યામભાઈ છેલ્લા એકાદ મહિનાથી અલગ-અલગ જગ્યાએ રહેતા હતા. બુધવારે રાત્રે 10 વાગ્યા આસપાસ તેઓ અચાનક ઘરે આવ્યા હતા અને પત્ની તેમજ સાસરી પક્ષ વિશે જેમ-તેમ બોલી ગાળાગાળી કરવા લાગ્યા હતા. બીજા દિવસે બપોરે સામાન બહાર કાઢી આગ ચાંપી ગુરુવારે(10 સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યે પણ ઘનશ્યામભાઈએ ફરીથી પત્ની અને બંને દીકરાઓ સાથે ઝઘડો કરી ગાળો ભાંડી હતી. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ આવેશમાં આવીને તેમણે ઘરમાં રહેલી લાકડાની બે શેટી, ગાદલા-ગોદડાં, પ્લાસ્ટિકની ખુરશીઓ, સોફા, કપડાં, અનાજ, પાણીની પાઈપલાઈન અને પૂજાનું મંદિર સહિતનો તમામ સામાન ઘરની બહાર કાઢી ઢગલો કરી દીધો હતો અને તેમાં આગ લગાવી દીધી હતી. ગેસનો ચૂલો-ફર્નિચર તોડી ઘર સળગાવવાનો પ્રયાસ ઘરવખરી સળગાવ્યા બાદ આરોપીએ ઘરની અંદર રહેલો ગેસનો ચૂલો અને ફર્નિચર પણ તોડીફોડી નાખી નુકસાન કર્યું હતું અને આખા ઘરને આગ લગાવી ભસ્મીભૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન મોટા દીકરા જયેશે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરી કરી આ બનાવમાં ફરિયાદી દક્ષાબેનની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે આરોપી ઘનશ્યામભાઈ કાનજીભાઈ પરમાર વિરુદ્ધ બી.એન.એસ. કલમ 324(5), 326(g) અને 352 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ. બી. વાઘેલાને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી-પુતિન વચ્ચે ભારત મંડપમમાં 45 મિનિટની બેઠક:એક કારથી બિઝનેસ એક્ઝિબિશન જોવા પહોંચ્યા, બંને દેશો વચ્ચે મોટી ડિફેન્સ ડીલ શક્ય
    Next Article
    15 વર્ષની કુમારિકાઓથી 75 વર્ષના દાદાના તપ:રાજકોટમાં સ્થાનકવાસી જૈન સમાજના ચાતુર્માસમાં 35 તપસ્વીઓની 45 દિવસની આરાધના, ઓમકારશ્રીજી મહાસતીજી 31 દિવસના આકરા ઉપવાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment