Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 વર્ષની કુમારિકાઓથી 75 વર્ષના દાદાના તપ:રાજકોટમાં સ્થાનકવાસી જૈન સમાજના ચાતુર્માસમાં 35 તપસ્વીઓની 45 દિવસની આરાધના, ઓમકારશ્રીજી મહાસતીજી 31 દિવસના આકરા ઉપવાસ

    6 hours ago

    રાજકોટના સ્થાનકવાસી જૈન સમાજનું પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ અંતર્ગત ચાતુર્માસ ચાલી રહ્યું છે. આ દરમિયાન અજરામર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત એક સાથે 35 તપસ્વીઓ 45 દિવસની 'સિદ્ધિ તપ'ની મહાન તપશ્ચર્યા કરી રહ્યા છે. જેમાં 15 વર્ષની કુમારીકાઓથી લઈને 75 વર્ષના દાદા પણ તપ કરી રહ્યા છે. જેમાં એક જ પરિવારના પાંચ-પાંચ તપસ્વીઓ પણ એક સાથે સિદ્ધિ તપની તપશ્ચર્યા કરી રહ્યા છે. આ દરમિયાન ઓમકારશ્રીજી મહાસતીજી 31 દિવસના આકરા ઉપવાસ કરી રહ્યા છે. વિવેકચંદ્રજી સ્વામીએ જણાવ્યું હતું કે, રાજકોટના શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી આદિ 11 સંત-સતીજીની નિશ્રામાં 'શૌર્ય ભાવ ચાતુર્માસ 2026' માં અત્યારે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના ચાલુ છે.આ પર્વ એટલે જેવી રીતે નદીઓમાં ગંગા મહાન છે, તીર્થમાં શત્રુંજય તીર્થ મહાન છે, મંત્રમાં નવકાર મહામંત્ર મહાન છે, એમ દરેક પર્વમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ શહેનશાહ, સમ્રાટ, રાજા, ચક્રવર્તી, રાજાધિરાજ એવું પર્યુષણ મહાપર્વ ખૂબ જ ભાવુલ્લાસ સાથે તપ, જપ, ધર્મદેશના સાથે ચાલી રહ્યું છે. અહીંયા અજરામર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે રેકોર્ડબ્રેક કહી શકાય, છેલ્લા 30 વર્ષમાં અને એમ કહેવાય કે રાજકોટના સ્થાનકવાસી જૈન સમાજમાં છેલ્લા કેટલાય વર્ષોમાં ઐતિહાસિક એવું આ ચાતુર્માસ ઉજવાઈ રહ્યું છે. એમાં એક સાથે 35 તપસ્વીઓ 45 દિવસની 'સિદ્ધિ તપ'ની મહાન તપશ્ચર્યા કરી રહ્યા છે.એમાં 15 વર્ષની કુમારીકાઓથી લઈને 75 વર્ષના દાદા પણ તપ કરી રહ્યા છે. જેમાં એક જ પરિવારના પાંચ-પાંચ તપસ્વીઓ પણ એક સાથે સિદ્ધિ તપની તપશ્ચર્યા કરી રહ્યા છે. આ ઉપરાંત અમારા સાધ્વીજી મહારાજ જેઓ અહીંયા રાજકોટમાં જ આજથી 15 વર્ષ પહેલાં અજરામર સંઘના આંગણે જ રાજકોટના જ સમગ્ર સંઘવી પરિવાર દીક્ષિત થયેલા—એવા ઓમકાર શ્રીજી મહાસતીજી પણ એ ઓમકાર ભાવ સાધના સાથે 31 દિવસનું મહાન તપ કરી રહ્યા છે. જ્યારે ઓમકારશ્રીજી મહાસતીજીએ જણાવ્યું હતું કે, હું પરમ નિર્જરા માટે માસ ક્ષમણ કરી રહી છું અને આચાર્ય ગુરુદેવના આશીર્વાદ સાથે મારું માસ ક્ષમણ પરિપૂર્ણ થાય એવી ભાવના ભાવું છું. 31 ઉપવાસની મારી માસ ક્ષમણની ભાવના છે. 31 દિવસ સુધી માત્ર ઉકાળેલા પાણી સાથે જ અમારે રહેવાનું હોય છે. આ ઉપરાંત દર્શનમુનિ મહારાજે જણાવ્યું હતું કે, અજરામર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામીનો જાજરમાન ચાતુર્માસ ચાલી રહ્યો છે ત્યારે એમાં 26 સપ્ટેમ્બરના દિવસે હેમુ ગઢવી ઓડિટોરિયમમાં 'વીરના વારસ' એક સરસ મજાનો સંવેદના અને ભક્તિસભર કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં સંગીતકાર પાર્થ દોશી અને ગૌતમ બારિયા અને ગુરુ મહારાજના સંગાથે એક સરસ મજાનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. જેમાં બધાને લાભ લેવા આમંત્રણ છે.
    Click here to Read More
    Previous Article
    પત્ની-પુત્રો સાથે ઝઘડો કરી પતિએ ઘરવખરી શેરીમાં લાવી સળગાવી દીધી:સુરતમાં કૌટુંબિક કલેશમાં આખું ઘર ફૂંકી મારવાનો પ્રયાસ, એક મહિનાથી બહાર રહેતો હતો
    Next Article
    ભુજમાં ગાંજા સાથે 2 શખ્સો ઝડપાયા:માધાપર પોલીસે મહેંદી કોલોનીમાંથી 122 ગ્રામ ગાંજો જપ્ત કર્યો, કિંમત 6,100 રૂપિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment