Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળ સમેટાઈ:એક પણ માંગણીઓ ન સ્વીકારાતા યુનિયનો હવે ભારત ટેક્સીનો જ ઉપયોગ કરશે, અન્ય તમામ ઓનલાઈન એપનો બહિષ્કાર

    15 hours ago

    અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી યુનિયન દ્વારા ઓનલાઈન એપ્લિકેશનના વિરોધમાં શરૂ કરવામાં આવેલું ‘રોજગાર બચાવો’ આંદોલનનો અંત આવી ગયો છે. 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન રિક્ષા અને ટેક્સી ચાલકોએ બંધ પાળીને સરકાર સમક્ષ પોતાની વિવિધ માગણીઓ રજૂ કરી હતી. જોકે, સરકાર તરફથી તેમજ ઓનલાઈન એપ્લિકેશન તરફથી યુનિયનોની માંગણીઓનો સંતોષકારક ઉકેલ ન આવતા આંદોલન પૂરું કરવામાં આવ્યું છે. ઓનલાઈન એપ્લિકેશનમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમ મુજબ ભાડું આપવામાં આવે અને ગેરકાયદેસર રીતે ચાલતા ટુ-વ્હીલર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, એકપણ માંગણી ન સ્વીકારાતા હવે રિક્ષા ચાલકો ભારત ટેક્સી સિવાય તમામ ઓનલાઇન એપ્લિકેશનનો બહિષ્કાર કરશે. કેટલાક રીક્ષા-ટેક્સી ચાલકોએ આંદોલનને સમર્થન ન આપ્યું ચાર દિવસ સુધી રિક્ષા અને ટેક્સી ચાલકો આંદોલનમાં જોડાયા હોવાથી અનેક જગ્યાએ મુસાફરોને ચાલતા જવું પડ્યું હતું. તો કેટલાક સ્થળે વધારે ભાડું આપીને મુસાફરી કરવાં મજબૂર બન્યા હતા. ઘણી જગ્યાએ ડબલ કરતા પણ વધુ ભાડું વસૂલી મુસાફરો પાસેથી લૂંટ ચલાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. કેટલાક રીક્ષા અને ટેક્સી ચાલકોએ આંદોલનને જોઈએ તેટલું સમર્થન આપ્યું ન હતું. માત્ર ભારત ટેક્સીએ જ અમારી સાથે ચર્ચા કરીઃ વિજય મકવાણા રોજગાર બચાવો આંદોલનના કન્વીનર વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, અમારી જે માંગણીઓ હતી તે સ્વીકારવામાં આવી નથી. માત્ર ભારત ટેક્સી દ્વારા અમારી સાથે ચર્ચા કરવામાં આવી છે અને અમારી માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપી છે. જેથી અમે ભારત ટેક્સીને જ સપોર્ટ કરીશું અને તેનો જ ઉપયોગ કરીશું. ઉબેર કંપનીએ અમને મળવા બોલાવ્યા હતા પરંતુ માંગણીઓ ક્યારે સ્વીકારવામાં આવશે તેનો કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી. સરકાર પાસે પણ રજૂઆત કરી છે. સરકાર યોગ્ય નિર્ણય લેશે તેવી અમને આશા છે.
    Click here to Read More
    Previous Article
    સહકાર ભારતી બોટાદ જિલ્લાની કાર્યકારી બેઠક રાણપુર ખાતે મળી:રીયલ સ્પીનટેક્સ કારખાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા
    Next Article
    NSE IPO Price Band Set At Rs 1,700-1,785 Per Share; Issue To Open On September 17

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment