Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહકાર ભારતી બોટાદ જિલ્લાની કાર્યકારી બેઠક રાણપુર ખાતે મળી:રીયલ સ્પીનટેક્સ કારખાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા

    15 hours ago

    સહકાર ભારતી બોટાદ જિલ્લાની કાર્યકારી બેઠક રાણપુર ખાતે રીયલ સ્પીનટેક્સ કારખાને મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સંપર્ક પ્રમુખ વિનોદભાઈ બરોચીયા, ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના સંગઠન પ્રમુખ ચીમનભાઈ ડોબરીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને કેશવ ક્રેડિટના ગજેરાભાઈ દ્વારા સહકાર ગીતથી થઈ હતી. સહકાર ભારતીના બોટાદ જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ધાધલે ઉપસ્થિત મહેમાનો અને કાર્યકર્તાઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે હરેશભાઈ બોરીસાગર, સ્પીનટેક્સના માલિક અને સહકાર ભારતી બોટાદ જિલ્લાના ઉપાધ્યક્ષ કૌશરભાઈ કલ્યાણી, તેમજ વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી અને ધારપીપળા સેવા સહકારી મંડળીના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયાનું શાલ ઓઢાડી અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત સહકાર ભારતીના સંગઠન પ્રમુખ ચીમનભાઈ ડોબરીયાએ બોટાદ જિલ્લા સહકાર ભારતીની ટીમની પ્રશંસા કરી. તેમણે પ્રકોષ્ઠની રચના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. ભાવનગર વિભાગ સંયોજક સવજીભાઈ શેખે સેવા મંડળીઓના પ્રકોષ્ઠ પ્રમુખ તરીકે શેરભા અને ડેરી પ્રકોષ્ઠ પ્રમુખ તરીકે ગીતાબેન મકવાણાની નિયુક્તિની જાહેરાત કરી. હરેશભાઈ બોરીસાગરે ક્રેડિટ સોસાયટીના અમદાવાદ-અંબાજી ખાતે યોજાનાર તાલીમ કાર્યક્રમ વિશે માહિતી આપી. સહકાર ભારતીના રાષ્ટ્રીય સંપર્ક પ્રમુખ વિનોદભાઈ બરોચીયાએ સંસ્થાની સ્થાપનાના ઉદ્દેશો અને દેશભરમાં બિન-રાજકીય રીતે કાર્યરત સંગઠન વિશે જણાવ્યું. તેમણે આગામી કાર્યક્રમો જેવા કે 11 જાન્યુઆરી સ્થાપના દિવસ, સદસ્યતા નોંધણી, સદસ્યતા મિલન અને સહકાર સપ્તાહના આયોજન કરવા સૂચન કર્યું. આ કાર્યક્રમમાં નયનાબેન સરવૈયા અને નીપાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી. આ ઉપરાંત વિભાગ સંયોજક અશોકભાઈ કીકાણી અને ભાવનગર જિલ્લા સહકાર ભારતી પ્રમુખ ઓડિટર શક્તિસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ અને તમામ વ્યવસ્થા સહકાર ભારતીના બોટાદ જિલ્લા મંત્રી હરિરામભાઈ દેસાણી અને બોટાદ તાલુકા પ્રમુખ કનુભાઈ ખાચર દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહકાર ભારતીના બોટાદ જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ધાધલે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    IIT JAM 2027 Registration Tomorrow: Check Eligibility, Fees, Exam Date
    Next Article
    અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળ સમેટાઈ:એક પણ માંગણીઓ ન સ્વીકારાતા યુનિયનો હવે ભારત ટેક્સીનો જ ઉપયોગ કરશે, અન્ય તમામ ઓનલાઈન એપનો બહિષ્કાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment