Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાક નિષ્ફળતા અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશે: ઋષિકેશ પટેલ:દુષ્કાળ જાહેર કરશો કે કેમ?, વિધાનસભામાં વિપક્ષે ખેડૂતો મુદ્દે સરકારને સાણસામાં લીધી

    13 hours ago

    ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્વના ગણાતા ગુજરાત ભાડા વિધેયક, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા વિધેયક રજૂ કરાશે. આ પહેલાં પ્રશ્નોતરી કાળ થયો હતો. આ દરમિયાન વરસાદની અછત અને ખેડૂતોના પાક નુકસાન મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સવાલ-જવાબ થયા હતા. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, વિજય રૂપાણીના મુખ્યમંત્રીકાળમાં સતત ચાર અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો દુષ્કાળ જાહેર કરી શકાય તેવો પરિપત્ર કરવામાં આવ્યો હતો અને કેટલાક તાલુકાઓમાં ચાર અઠવાડિયાથી વરસાદ થયો નથી, ત્યારે આવા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવામાં આવશે કે કેમ તે અંગે સરકારને સવાલ કર્યો હતો. જેના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,રાજ્ય સરકાર ભારત સરકારના ડ્રોટ મેનેજમેન્ટ મેન્યૂઅલ મુજબ કાર્યવાહી કરે છે અને તેના આધારે જ દુષ્કાળ અંગે નિર્ણય લેવાશે. પાક નિષ્ફળતા અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશે: ઋષિકેશ પટેલ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વરસાદના અભાવે પાક નિષ્ફળ ગયેલા વિસ્તારોમાં ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરી હતી. તેના જવાબમાં સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિમલભાઈનો પ્રશ્ન યોગ્ય છે અને ખેડૂતોને આપવામાં આવતી લોનમાં વ્યાજ લેવામાં આવતું નથી, જ્યારે પાક નિષ્ફળતા અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અછત: અમિત ચાવડા આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વ્યાજ માફી અંગે લોકોમાં ખોટો સંદેશ જવાની શક્યતા દર્શાવતા જણાવ્યું કે NPA થયેલા કેસમાં જ લોન માફી મળતી હોય છે. સરકારના નિવેદન મુજબ 3 સપ્ટેમ્બર 2026ની સ્થિતિએ મોસમનો કુલ સરેરાશ 94.43% વરસાદ નોંધાયો છે, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની અછત છે; દુષ્કાળ અંગે વરસાદની અછત ઉપરાંત વાવેતર, NDVI, જમીનની ભેજ અને ભૂગર્ભજળ જેવા વૈજ્ઞાનિક માપદંડોને આધારે નિર્ણય લેવાની પ્રક્રિયા છે. ડેટા સેન્ટર ક્ષેત્રે અંદાજે ₹19.36 લાખ કરોડનું મૂડીરોકાણ થઈ શકે: મોઢવાડિયા ગૃહમાં આજે કોંગ્રેસના અમિત ચાવડા અને શૈલેષ પરમારે ગુજરાતમાં ડેટા સેન્ટરોની સંખ્યા, સ્થિતિ, આવેલી અરજીઓ અને સંભવિત મૂડીરોકાણ અંગે સવાલો કર્યા હતા. જેના જવાબમાં ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ભારત પાસે વિશ્વની સરખામણીમાં ડેટા સેન્ટર ક્ષેત્રે માત્ર 2 ટકા જેટલી ક્ષમતા છે, જ્યારે ગુજરાત પાસે હાલમાં આશરે 1.5 ગીગાવોટ ડેટા સેન્ટર ક્ષમતા છે. ડેટા સેન્ટર સ્થાપવા કુલ 19 અરજીઓ મળી છે. આ પ્રોજેક્ટ્સ થકી ડેટા સેન્ટર ક્ષેત્રે અંદાજે ₹19.36 લાખ કરોડનું મૂડીરોકાણ થવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદી ₹3,742 ઘટીને ₹2.30 લાખ પ્રતિ કિલો પર આવી:સોનું ₹269 સસ્તું થઈને ₹1.53 લાખનું 10 ગ્રામ થયું, કેરેટના હિસાબે કિંમત જુઓ
    Next Article
    '5- ડે બેન્કિંગ જો ના દે, વો સરકાર નિકમ્મી હૈ':ગુજરાતના મોટા શહેરોમાં કર્મચારીઓનો વિરોધ; આજે હડતાલ, શનિ-રવિની રજાને કારણે 3 દિવસ બેંકો બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment