Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '5- ડે બેન્કિંગ જો ના દે, વો સરકાર નિકમ્મી હૈ':ગુજરાતના મોટા શહેરોમાં કર્મચારીઓનો વિરોધ; આજે હડતાલ, શનિ-રવિની રજાને કારણે 3 દિવસ બેંકો બંધ

    9 hours ago

    ગુજરાત સહિત દેશભરમાં SBI, PNB અને યૂનિયન બેંક સહિત સરકારી અને કેટલીક ખાનગી બેંક આજે 11 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ બંધ રહેશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે( UFBU) બે વર્ષથી પડતર 5-ડે વર્કિંગની માંગ સાથે આજે શુક્રવારે એક દિવસની હડતાલનું એલાન કર્યું છે. જે બાદ 12 સપ્ટેમ્બરે મહિનાનો બીજો શનિવાર અને 13 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બેંકની શાખાઓ બંધ રહેશે. જો સરકાર અને બેંક મેનેજમેન્ટને માંગણી ન સ્વીકારી, તો 26 ઓક્ટોબરે દેશભરની બેંકમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ થઈ જશે. અમદાવાદ, રાજકોટમાં બેંક કર્મચારીઓનો વિરોધ UFBU જોડાયેલા સંગઠનોએ હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય ન લેતા ગુજરાતમાં પણ તેની મોટી અસર થઈ છે. રાજ્યમાં આશરે 75 હજાર બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલમાં સામેલ થઈ રહ્યા છે. લગભગ 5,400 બેંક શાખાઓની કામગીરી બંધ અથવા ખોરવાઈ છે. 15,000 કરોડના ટ્રાંઝેક્શનને અસર થઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બેંક કર્મચારીઓ કામકાજ બંધ રાખીને હડતાલમાં જોડાયા છે. અમદાવાદમાં તો લાલ દરવાજા પાસે બેંક કર્મચારીઓએ '5- ડે બેન્કિંગ જો ના દે, વો સરકાર નિકમ્મી હૈ'ના નારા લગાવ્યા હતા. જ્યારે સુરતમાં કાળા કપડા પહેરી અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. 4 મોટા શહેરમાં હડતાલની તસવીર 'બેંકમાં પોસ્ટ પ્રમાણેના ઈન્સેન્ટિવનો વિરોધ' બેંક કર્મચારી અંજુબેને જણાવ્યું હતું કે, નેટબેન્કિંગ સહિતની સુવિધાઓ હોવાને કારણે જો શનિ-રવિ રજા હશે તો કસ્ટમરને કોઈ તકલીફ નહીં પડે. એટલું જ નહીં કામના કલાક તો સરખા રહેશે, જેથી અમે આ માંગણી કરી રહ્યા છીએ. તો ગુજરાત બેન્ક કર્મચારી સંગઠનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું હતું કે, તમામ બેન્કમાં એક સ્કીમ છે જેમાં તમામ કર્મચારીઓને સરખો ઈન્સેન્ટિવ આપવામાં આવે. જ્યારે સરકારે અને બેન્ક દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ચીફ મેનેજર અને તેના કરતા ઉપરની પોસ્ટવાળાને વધારે ઈન્સેન્ટિવ આપવામાં આવે તેનાથી નીચેના લોકોને ઓછો આપવામાં આવે છે જેનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ. 5-ડે બેંકિંગ વ્યવસ્થા પર 2 વર્ષથી અટકેલી મંજૂરી UFBU નું કહેવું છે કે 8 માર્ચ 2024 ના રોજ ઇન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે IBA સાથે 12મા દ્વિપક્ષીય કરાર અને 9મા સંયુક્ત નોટ પર હસ્તાક્ષર થયા હતા. તેમાં 5-દિવસીય બેંકિંગ લાગુ કરવા પર સહમતિ બની હતી. આ અંતર્ગત કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધુ કામ કરશે. IBAએ આ પ્રસ્તાવને મંજૂરી આપીને કેન્દ્ર સરકાર પાસે મોકલ્યો હતો, પરંતુ બે વર્ષથી વધુ સમય વીતી ગયા પછી પણ નાણા મંત્રાલય તરફથી તેને મંજૂરી મળી નથી. નવી PLI સ્કીમ પર વિવાદ: સીનિયર અધિકારીઓને ફાયદો, નીચલા સ્ટાફ સાથે ભેદભાવ યુનિયનોએ નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ નવી PLI ગાઇડલાઇન્સનો વિરોધ કર્યો છે. યુનિયનોનો આરોપ છે કે આ સ્કીમ ભેદભાવપૂર્ણ છે: દિલ્હી હાઈકોર્ટ અને શ્રમ આયુક્ત સમક્ષ પહોંચ્યો મામલો PLI સ્કીમને લઈને વિવાદ હવે મુખ્ય શ્રમ આયુક્ત સમક્ષ સમાધાન પ્રક્રિયા હેઠળ પેન્ડિંગ છે. આ ઉપરાંત, આ મામલાને દિલ્હી હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. યુનિયનોએ દ્વિપક્ષીય વાતચીત દ્વારા ઇન્સેન્ટિવ સ્કીમમાં સુધારો કરવાની માગ કરી છે. પેન્શન અપડેશન અને OPSની પણ માગ
    Click here to Read More
    Previous Article
    પાક નિષ્ફળતા અંગે સરકાર યોગ્ય નિર્ણય કરશે: ઋષિકેશ પટેલ:દુષ્કાળ જાહેર કરશો કે કેમ?, વિધાનસભામાં વિપક્ષે ખેડૂતો મુદ્દે સરકારને સાણસામાં લીધી
    Next Article
    Indian Share Market News | શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 600 અને નિફ્ટી 200 પોઈન્ટ તૂટ્યા!|

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment