Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દામોદર કુંડે ભાદરવી અમાસે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું:દામોદર કુંડ ખાતે ભાદરવી અમાસે પિતૃ તર્પણ માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, પ્રાચીન મોક્ષ પીપળે જળ અર્પણ કરી ધન્યતા અનુભવી

    6 hours ago

    ​પવિત્ર યાત્રાધામ જૂનાગઢ સ્થિત દામોદર કુંડ ખાતે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભાદરવી અમાસ એટલે કે સર્વપિત્રી અમાસના પવિત્ર દિવસે પિતૃઓની આત્મશાંતિ અને મોક્ષ અર્થે ધાર્મિક વિધિઓ કરવાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી આવેલ ભક્તોએ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અર્પિત કરી હતી. ત્યારબાદ કુંડના કિનારે આવેલા પ્રાચીન મોક્ષ પીપળા પાસે જઈને જળ અર્પણ, દીપ પ્રગટાવી પૂજા અને પિતૃ તર્પણ જેવી વિધિઓ સંપન્ન કરી હતી. આ ઉત્સવ જેવા માહોલમાં સમગ્ર કુંડ પરિસર ‘હર હર મહાદેવ’ અને ધાર્મિક જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. ​ધાર્મિક માન્યતાઓ અને પુરાણો અનુસાર દામોદર કુંડ અત્યંત પવિત્ર તીર્થસ્થાન છે. લોકવાયકા મુજબ આ જ પવિત્ર કુંડ પર ભક્ત શિરોમણી નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ પણ ખુદ ભગવાને કરાવ્યું હતું. આ પરંપરાના કારણે આ સ્થળ પિતૃ તર્પણ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. શ્રદ્ધાળુ નીલમ બેને જણાવ્યું હતું કે, ભાદરવા માસના આ પવિત્ર પર્વ પર તેમણે દામોદર કુંડમાં સ્નાન કરી મોક્ષ પીપળે જળ અર્પણ કરીને ધન્યતા અનુભવી છે. ભાદરવા માસમાં પિતૃઓ જાગૃત હોવાથી તેમને તૃપ્ત કરવા અને આશીર્વાદ મેળવવા શ્રદ્ધાળુઓ આવે છે. આ સાથે તેમણે પંથકમાં સારો વરસાદ થાય તે માટે ભગવાન દામોદરજીને પ્રાર્થના કરી હતી. ​સ્થાનિક શ્રદ્ધાળુ પરેશ વોરાએ જણાવ્યું હતું કે, દર વર્ષે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે ભાદરવી અમાસે તેઓ પિતૃઓના મોક્ષ અર્થે પીપળે જળ ચડાવવા આવે છે. વરસાદની અછત હોવા છતાં તંત્ર દ્વારા દામોદર કુંડની યોગ્ય સફાઈ કરી તેમાં પવિત્ર જળ ભરવામાં આવ્યું છે, જે પ્રસંશાપાત્ર છે. આ પવિત્ર દિવસે કુંડ પર મેળા જેવો ભક્તિમય માહોલ સર્જાયો છે. ભક્તોએ પિતૃઓને નમન કરીને વિસ્તારમાં સુખ-સમૃદ્ધિ અને સારા વરસાદ માટે પણ આરાધના કરી હતી. ​દામોદર કુંડ તીર્થક્ષેત્રના પ્રમુખ નીલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, સર્વપિત્રી અમાસ એ પિતૃઓને યાદ કરવાનો અને તેમનું ઋણ અદા કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે પિતૃઓ સ્વજનોની ખૂબ નજીક હોય છે અને ભાવપૂર્વક જળ અર્પણ કરવાથી તેઓ પરમ પ્રસન્નતા અનુભવે છે. આ જ કારણોસર મધ્યરાત્રિથી જ દૂર-દૂરથી ભાવિકો અહીં આવી પહોંચ્યા હતા. ભગવાને પણ પિતૃઓને દેવતુલ્ય ગણાવ્યા છે, તેથી દરેક મનુષ્યએ આ પવિત્ર તીર્થે સ્નાન અને પૂજન કરી પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    દુલીપ ટ્રોફીમાં લાંબા સ્પેલથી સિરાજની લય પાછી ફરી:કહ્યું- બે મહિનાના બ્રેકથી શરીર સુસ્ત પડી ગયું હતું, શ્રીલંકામાં રન-અપ બગડી ગયો હતો
    Next Article
    મુખ્ય માર્ગ પર 11 ફૂટના મહાકાય મગરની લટાર:વડોદરાના થુવાવી ગામમાં મોડી રાત્રે મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ, વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે સફળ રેસ્ક્યુ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment