Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંદે માતરમ્ મુદ્દે ખેડાવાલા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા માગ:જમીન વેચાણની નોંધ એક જ દિવસમાં પ્રમાણિત કરાશે, ખાનગી સ્કૂલોની ભરતીમાં અનામત નીતિ લાગુ થશે, ગૃહમાં બિલ પાસ

    1 day ago

    વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહમાં ચાર મોટા બિલ પસાર કરવામાં આવ્યા હતા. ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણ, GST સુધારા ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક પસાર કરવામાં આવ્યા હતા. આ સુધારાઓથી જમીન વેચાણની નોંધ એક જ દિવસમાં પ્રમાણિત થઈ જશે. આજે બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ છે. બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન પ્રશ્નોત્તરી યોજાઈ. જેમાં પોલીસ, ગૃહ વિભાગ, ઉદ્યોગ, પ્રવાસન, વાહન વ્યવહાર, આદિજાતિ વિકાસ, ખાદી-કુટીર અને આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. ખાનગી સ્કૂલોની ભરતીમાં અનામત, નિયમ તોડનારને 15 લાખ સુધીનો દંડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, 1972માં સુધારાના બિલમાં મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. ગ્રાન્ટેડ ખાનગી સ્કૂલોમાં શિક્ષક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતીમાં રાજ્ય સરકારની અનામત નીતિ લાગુ થશે.આચાર્ય, શિક્ષક, સ્પે.એજ્યુકેટર અને બિનશૈક્ષણિક સ્ટાફની લાયકાત તથા ભરતી પ્રક્રિયા સરકાર નિયમો દ્વારા નક્કી કરશે. મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો, સામાન્ય નાગરિકો અને કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓના હિતમાં મહેસૂલ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2026’ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ખેતીની જમીન વેચાણની નોંધ એક જ દિવસમાં પ્રમાણિત થશે સરકારી કચેરીઓમાં ખેતીની જમીનના વેચાણ અંગેની નોંધ પ્રમાણિત કરાવવા સામાન્ય નાગરિકો અને ખેડૂતોને ઘણા દિવસો સુધી રાહ જોવી પડતી હતી. જેના કારણે તેમના સમય અને શક્તિનો વ્યય થતો હતો. આ વિલંબનો કાયમી અંત લાવવા રાજ્ય સરકારે આ કાયદાકીય સુધારો કર્યો છે. હવે એક જ દિવસમાં કામ (Same Day Certification)ની જોગવાઈ અનુસાર, જો કોઈ ખેડૂત કે નાગરિક પોતાના હકની જમીનનો સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરે, તમામ ખાતેદારોની સંમતિ હોય અને અગાઉથી કોઈ વિવાદ ન હોય, તો તે જ દિવસે તેની નોંધ પાડી પ્રમાણિત કરાશે. ફેરફાર નોંધ નોટિસ વિના જ પ્રમાણિત થઈ જશે આ ઉપરાંત, જ્યારે કોઈ ફેરફાર નોંધ સક્ષમ સત્તાધિકારી, અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા આદેશ અથવા હુકમના આધારે થાય ત્યારે આવી નોંધ કોઈપણ નોટિસ આપ્યા વગર હુકમ પ્રાપ્ત થતા જ તુરંત નોંધવી અને પ્રમાણિત કરવાની જોગવાઈ કરી છે. આ નીતિના અમલ માટે તાત્કાલિક અસરથી વટહુકમ લાવીને તેનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો અને હવે આ વિધેયક દ્વારા તેને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. નાના વેપારીઓને ફક્ત ત્રણ દિવસમાં ફેસલેસ સિસ્ટમથી GST નોંધણી થશે નાણામંત્રી કનુ દેસાઈએ જી.એસ.ટી. કાઉન્સિલની 56મી બેઠકની ભલામણોના આધારે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ સાથે સુસંગતતા જાળવી જી.એસ.ટી. સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જેને વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. આ સુધારાથી નાના વેપારીઓને ફક્ત ત્રણ દિવસમાં ફેસલેસ સિસ્ટમ દ્વારા GST નોંધણી, પ્રમાણપત્ર અને નિકાસના કિસ્સામાં સાત દિવસમાં 90 ટકા રિફંડ મળશે. તેમજ વેચાણ પછીના ડિસ્કાઉન્ટ, ક્રેડિટ નોટ અને રિફંડ પ્રક્રિયા વધુ સરળ બનશે. વેચાણ પછીના ડિસ્કાઉન્ટ અને વેરાકીય રાહત: કલમ 15(3)(b)માં સુધારા દ્વારા વેચાણ પછીના ડિસ્કાઉન્ટને કરાર સાથે જોડવાની શરત દૂર કરી છે. વેચનાર દ્વારા ક્રેડિટ નોટ આપવામાં આવે અને ખરીદનાર દ્વારા તે ડિસ્કાઉન્ટ પર મેળવેલી વેરા શાખ કલમ 34 મુજબ રિવર્સ કરવામાં આવે તો વેચાણ કરનાર ડિસ્કાઉન્ટને વેચાણ મૂલ્યમાંથી બાદ કરી વેરાકીય જવાબદારીમાં ઘટાડાનો લાભ મેળવી શકશે. ક્રેડિટ નોટ અંગે સ્પષ્ટતા કલમ 15(3)(b)ના સુધારાને અનુષંગિક સુધારો કલમ 34(1)માં પણ સૂચવવામાં આવ્યો છે. જેથી વેચાણ પછી આપવામાં આવેલી ડિસ્કાઉન્ટ માટે ક્રેડિટ નોટ ઇસ્યૂ કરી શકાશે. ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર માટે ઝડપી રિફંડ હાલમાં કલમ 54 હેઠળ રિફંડની અરજીના 60 દિવસની અંદર રિફંડ ચૂકવવાની જોગવાઈ છે. સુધારા દ્વારા ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને કારણે ઉપસ્થિત થતા રિફંડ માટે 90 ટકા પ્રોવિઝનલ રિફંડ દિન-7માં આપવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે. જેનાથી ઉદ્યોગકારોનું રોકડ ભંડોળ (વર્કિંગ કેપિટલ) સુદૃઢ બનશે. નિકાસના માલના રિફંડ માટે ₹1,000ની મર્યાદા દૂર હાલમાં રિફંડની રકમ ₹1,000થી ઓછી હોય તો રિફંડ મળવા પાત્ર નથી. વિધેયક દ્વારા કલમ-54માં સુધારો કરીને વેરાની ચુકવણી સાથે નિકાસ કરેલા માલના રિફંડના દાવાઓ ઉપર ₹1,000ની મર્યાદા દૂર કરી રિફંડ આપવામાં આવશે. પ્રશ્નોતરી બાદ બાદ ગૃહમાં રજૂ કરવામાં આવેલું ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણ વિધેયક પસાર કરવામાં આવ્યું. વારંવાર લઠ્ઠાકાંડથી લોકોના જીવ જાય છે અને ગૃહમંત્રી રીલ બનાવે છે: અમિત ચાવડા કોંગ્રેસે રાજ્યની કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને દારૂબંધીના અમલને મુદ્દો બનાવી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોએ દારૂબંધી હોવા છતાં રાજ્યમાં ગેરકાયદે દારૂનું વેચાણ ખુલ્લેઆમ થતું હોવાનો આક્ષેપ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું હતું કે 'ઉડતા' ગુજરાત બની ગયુ છે. વારંવાર લઠ્ઠાકાંડથી લોકોના જીવ જાય છે અને ગૃહમંત્રી રીલ બનાવે છે. આ પણ વાંચો: વિધાનસભામાં ચાલુ વંદે માતરમે જ કોંગ્રેસના MLA ખેડાવાલા બેસી ગયા
    Click here to Read More
    Previous Article
    ભારતે બાંગ્લાદેશને 150 રનનો ટાર્ગેટ આપ્યો:વુમન્સ એશિયા કપ સેમિફાઇનલમાં શેફાલી વર્માએ 64 રન બનાવ્યા, 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા
    Next Article
    સો.મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતી જાતિગત ભેદભાવનો ભોગ બની:પોસ્ટ પર અપમાનજનક ટિપ્પણી કરનાર યુઝર સામે FIR, કહ્યું-'હું નાની હતી ત્યારથી આ બાબત ફેસ કરું છું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment