Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈસ્ટ ઝોન ત્રીજી વખત દુલીપ ટ્રોફી ચેમ્પિયન:સાઉથ ઝોન સામે ફાઇનલ ડ્રો રહ્યો, કેપ્ટન ઈશાન કિશનની બેવડી સદી

    2 days ago

    ઈસ્ટ ઝોન ત્રીજી વખત દુલીપ ટ્રોફી ચેમ્પિયન બન્યું છે. ચેન્નઈમાં સાઉથ ઝોન સામેની ફાઇનલ ડ્રો રહી, પરંતુ પ્રથમ ઈનિંગમાં લીડના આધારે ઈસ્ટ ઝોનને વિજેતા જાહેર કરવામાં આવ્યું. ઈસ્ટ ઝોને પ્રથમ બેટિંગ કરતા 708 રન બનાવ્યા હતા. કેપ્ટન ઈશાન કિશને બેવડી સદી ફટકારી હતી. જવાબમાં સાઉથ ઝોનની ટીમ 336 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈસ્ટ ઝોનને પ્રથમ ઈનિંગમાં 372 રનની લીડ મળી. ત્યારબાદ ઈસ્ટ ઝોને બીજા દાવમાં 7 વિકેટે 388 રન બનાવ્યા અને કુલ લીડ 760 રન સુધી પહોંચાડી. બીજી ઈનિંગમાં પણ કેપ્ટન ઈશાન કિશને 80 રન બનાવ્યા. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. ઈસ્ટ ઝોન 14 વર્ષ પછી ખિતાબ જીત્યું ઈસ્ટ ઝોને આ પહેલા 2011-12 અને 2012-13માં દુલીપ ટ્રોફી જીતી હતી. 2011-12માં ટીમે ફાઇનલમાં સેન્ટ્રલ ઝોનને એક ઇનિંગ્સ અને 20 રનથી હરાવ્યું હતું. જ્યારે, 2012-13ની ફાઇનલ ડ્રો રહી હતી અને પ્રથમ ઈનિંગમાં લીડના આધારે ઈસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું હતું. હવે ટીમે 14 વર્ષ પછી ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી. ઈસ્ટ ઝોનની બીજી ઇનિંગ્સની શરૂઆત સારી રહી ન હતી ઈસ્ટ ઝોનની બીજી ઇનિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 13 રનના સ્કોર સુધી અભિમન્યુ ઈશ્વરન અને વૈભવ સૂર્યવંશીની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શિખર મોહને 52 અને ઈશાન કિશને 80 રન બનાવીને ઇનિંગ્સને સંભાળી હતી. કુમાર કુશાગ્રએ 46 રન બનાવ્યા હતા. અનુકૂલ રાયે 64 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે એમડી કૌનૈન કુરેશી 116 રન બનાવીને અણનમ રહ્યા હતા. ઈસ્ટ ઝોને પ્રથમ ઇનિંગ્સમાં 708 રન બનાવ્યા ઈસ્ટ ઝોને પ્રથમ ઇનિંગ્સમાં 708 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન ઈશાન કિશને 270 રનની ઇનિંગ્સ રમી હતી. કુમાર કુશાગ્રએ 101, શિખર મોહને 85 અને અભિમન્યુ ઈશ્વરને 72 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ 44 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ ઝોન 336 રન પર સમેટાઈ 708 રનના જવાબમાં સાઉથ ઝોનની પ્રથમ ઇનિંગ્સ 336 રન પર સમેટાઈ ગઈ. ટીમ તરફથી કેપ્ટન તિલક વર્માએ 99 અને દેવદત્ત પડિક્કલે 62 રન બનાવ્યા. ચામા મિલિંદે 43 અને નારાયણ જગદીશને 32 રનનું યોગદાન આપ્યું. ઈસ્ટ ઝોન માટે મુકેશ કુમારે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી. ઈશાન સિઝનના ટોપ સ્કોરર દુલીપ ટ્રોફી 2026માં ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશન સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યા. તેમણે 3 મેચમાં 409 રન બનાવ્યા, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 270 રન રહ્યો. સાઉથ ઝોનના તિલક વર્મા 266 રન સાથે બીજા અને ઈસ્ટ ઝોનના કુમાર કુશાગ્ર 224 રન સાથે ત્રીજા નંબર પર રહ્યા. મુકેશે સૌથી વધુ વિકેટ લીધી દુલીપ ટ્રોફી 2026માં મુકેશ કુમાર અને અભિજીત સરકાર 5-5 વિકેટ સાથે ટોચ પર છે. ઈસ્ટ ઝોનના મુકેશે 3 મેચમાં 5 વિકેટ લીધી અને અભિજીત સરકારે પણ 3 મેચમાં 5 વિકેટ લીધી. નોર્થ ઝોનના આબિદ મુશ્તાક 2 મેચમાં 4 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે. વેસ્ટ ઝોન સૌથી સફળ ટીમ દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન સૌથી સફળ ટીમ છે. તેણે અત્યાર સુધીમાં 19 ટાઇટલ જીત્યા છે. નોર્થ ઝોન 18 ટાઇટલ સાથે બીજા અને સાઉથ ઝોન 14 ટાઇટલ સાથે ત્રીજા સ્થાને છે. સાઉથ ઝોને તેમાંથી 2 વખત ટ્રોફી શેર કરી હતી. --------------------------- રમતગમતના આ સમાચાર પણ વાંચો… બાંગ્લાદેશ સામે 8 મેચથી હારી નથી ભારતીય વુમન્સ ટીમ:આજે એશિયા કપ સેમિફાઇનલ, સદી ફટકારી ચૂકેલી સ્મૃતિ પર નજર મહિલા એશિયા કપની પ્રથમ સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    भगवा, हिन्दू ख़तरे के नाम पर बीजेपी के लिए वोट कौन माँग रहा है? कहाँ है चुनाव आयोग?
    Next Article
    દિલ્હી હોસ્ટેલ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટે કહ્યું-હાઈકોર્ટ જ સુનાવણી કરે:અમે વર્તમાન સ્થિતિ બદલવા માંગતા નથી; બિલ્ડિંગ ધરાશાયી થવાથી 7 લોકોના મોત થયા હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment