Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિની નજર સામે પત્નીનું મોત:અસલાલી કમોડ બ્રિજ પાસે ટ્રક ચાલકે એક્ટિવાને ઉડાવ્યું, દોઢ વર્ષની બાળકી ઈજાગ્રસ્ત

    12 hours ago

    અસલાલી કમોડ બ્રિજ પાસે ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ટ્રકનું ટાયર પત્ની પર ફરી વળતા પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું. તેમજ દોઢ વર્ષની પુત્રીને પણ ઇજાઓ પહોંચી હતી. યુવક પત્ની અને પુત્રીને લઈને સસરાની ખબર અંતર પૂછવા ઓગણજ જતા અકસ્માત થયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ટ્રકે ટક્કર મારતા ત્રણેય નીચે પટકાયા બારેજામાં રહેતા 38 વર્ષીય રાકેશભાઈ પ્રજાપતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 9 સપ્ટેમ્બરે તેઓ સસરાની તબિયત ખરાબ હોવાથી 35 વર્ષીય પત્ની વૈશાલીબેન અને દોઢ વર્ષની પુત્રી ગ્રીષ્માને લઈને એક્ટિવા પર ઓગણજ જવા નીકળ્યા હતા, ત્યારે અસલાલી કમોડ બ્રિજ પાસે પોહચ્યા ત્યારે પુરઝડપે આવી રહેલ ટ્રક ચાલકે એક્ટિવાને પાછળના ભાગે ટક્કર મારતા ત્રણેય એક્ટિવા સાથે નીચે પટકાયા હતા. આ દરમિયાન વૈશાલીબેન પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ દોઢ વર્ષની પુત્રીને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. આ અંગે રાકેશભાઈએ ફરાર ટ્રક ચાલક સામે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પર્યુષણ પર્વ શરૂ, 8 દિવસ ધાર્મિક કાર્યક્રમો:દેરાસરો અને ઉપાશ્રયોમાં ભક્તિ, આરાધનાનો માહોલ, શ્રાવક-શ્રાવિકાઓ લેશે ભાગ
    Next Article
    Chennai Man Hacked To Death Over Rs 9 Lakh Loan Dispute, DMK Demands Action

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment