Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:નિષ્ફળતાનું પગથિયું ચડીને સફળતાના શિખરે પહોંચાય

    16 hours ago

    પવિત્ર શ્રાવણ માસમાં બુધવારે સ્વામિનારાયણ મંદિર કુમકુમ - સત્સંગ સભા યોજાઈ હતી. જેમાં ધૂન ભજન- કિર્તન- કરાયા હતા.આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર પણ અર્પણ કરાયો હતો. કુમકુમ - મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે ​જીવનમાં જ્યારે નિષ્ફળતા આવે ત્યારે, કદી પણ હતાશ થવું ન જોઈએ. ​ ઘણીવાર પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે, કરિયરમાં ધાર્યું ન થાય કે બિઝનેસમાં ખોટ જાય, નોકરી છૂટી જાય એટલે યુવાનો હિંમત હારી જાય છે, કેટલાક તો આત્મહત્યા જેવા ખોટા વિચારો કરવા લાગે છે. પરંતુ યાદ રાખજો, નિષ્ફળતા એ જિંદગીનો ફૂલ સ્ટોપ નથી, એ માત્ર એક કોમા છે. ​દુનિયામાં એવો કોઈ સફળ માણસ નથી જે ક્યારેય નિષ્ફળ ન ગયો હોય. જિંદગીમાં નિષ્ફળતાના પગથિયાં ચડીને સફળતાના શિખર ઉપર ચડી શકાય છે. થોમસ એડિસન બલ્બ બનાવતા પહેલાં હજારો વખત નિષ્ફળ ગયા હતા. નિષ્ફળતા આપણને એ શીખવાડે છે કે આપણો પ્રયત્ન પૂરો ન હોતો. એ આપણને નબળા નથી બનાવતી, પણ અનુભવ આપીને વધારે મજબૂત બનાવે છે. મુશ્કેલીઓથી ડરીને ભાગી જવું એ કાયરતા છે, એનો સામનો કરવો એ જ અસલી યુવાની છે. ​સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ગ્રંથમાં આપણને વિપત્તિના સમયમાં ધીરજ રાખવાની બહુ મોટી શિખામણ આપી છે. સુખ અને દુઃખ, એ આવવાના જ છે. ભગવાનના ભક્તે ક્યારેય અધિરા ન થવું. જ્યારે જિંદગીમાં બધા દરવાજા બંધ દેખાય, ત્યારે સમજવું કે ભગવાન આપણા માટે કોઈ મોટો દરવાજો ખોલવાની તૈયારી કરી રહ્યા છે. ​દુઃખ આવે, નિષ્ફળતા મળે ત્યારે સ્વામિનારાયણ ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી અને પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. અવશ્ય જીવનમાં સફળતાના શિખરે પહોંચી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    Pithori Amavasya 2026: आज पिठोरी अमावस्या, पितृ दोष से मुक्ति पाने के लिए करें ये उपाय, जानें पिठोरी अमावस्या की क्या कहानी
    Next Article
    ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી:મગફળી, સોયાબીન, કપાસ નિર્ણાયક અવસ્થામાં; 8-10 દિવસમાં વરસાદ ન આવે તો મોટું નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment