Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જખૌમાં માછીમારની પથ્થરના ઘા મારી હત્યા:જખૌ-નલિયા રોડ પર ઝાડીમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, ઓખાનો આરોપી ઝડપાયો

    6 hours ago

    કચ્છના અબડાસામાં જખૌ-નલિયા રોડ પરથી એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી. શરૂઆતમાં આ અકસ્માત લાગતો હતો, પરંતુ તપાસમાં હત્યા હોવાનું સામે આવ્યું છે. જખૌ પોલીસ અને પશ્ચિમ કચ્છ SOGની ટીમે આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે હત્યાના આરોપમાં ઓખાના હાજી જુમા સિદ્દી નામના વ્યક્તિને પકડી પાડ્યો છે. 5 સપ્ટેમ્બર 2026ના રોજ જખૌ ગામ પાસે ઓધવરામ ગેટ નજીક જખૌ-નલિયા રોડ પર બાવળની ઝાડીમાંથી આ લાશ મળી હતી. ઘટનાની જાણ થતાં જ જખૌ પોલીસ અને SDPO મનિષા દેસાઈ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસે CCTV ફૂટેજ તપાસ્યા, જખૌ બંદર પરથી ગુમ થયેલા માછીમારોની માહિતી મેળવી અને સ્થાનિકો તથા માછીમારો વચ્ચે થયેલા ઝઘડાઓની પણ તપાસ કરી. આ દરમિયાન, મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાનું સામે આવ્યું. આનાથી પોલીસની શંકા પાકી થઈ અને સ્પષ્ટ થયું કે આ અકસ્માત નહીં પણ હત્યાનો કેસ છે. ત્યારબાદ હત્યારા સુધી પહોંચવા માટે પશ્ચિમ કચ્છ SOGની ટીમને પણ તપાસમાં જોડવામાં આવી. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે તપાસ કરતા જખૌ બંદર પર થયેલી બોલાચાલી અંગે એક મહત્વની કડી મળી. ફિશરીઝ વિભાગની ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા શંકાસ્પદ હાજી જુમા સિદ્દી વિશે માહિતી મેળવવામાં આવી. ઊંડી તપાસ અને પૂછપરછ પછી મૃતકની ઓળખ ઓખાના ગાંધીનગરીમાં રહેતા ઓસમાન ઉમર તરીકે થઈ. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે મૃતક સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પથ્થર વડે તેના માથા પર હુમલો કરાયો હતો, જેના કારણે તેનું મોત થયું. આ રીતે જખૌ પોલીસ અને SOGની ટીમે સાથે મળીને આ અજાણ્યા મૃતદેહના કેસનો ભેદ ઉકેલી, હત્યારાને પકડી પાડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Kanpur Vipin Minocha Case: Shalu Minocha नौकर से करती थी चैट?Shalu Minocha|Kanpur Businessman Murder
    Next Article
    વલસાડથી ગુમ બે માસૂમ બાળકો દમણથી હેમખેમ મળ્યા:CCTV અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં પરિવાર સાથે મિલાપ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment