Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડાની આંગણવાડીમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં:નાસ્તામાં જીવાત મળતા વિતરણ તાત્કાલિક અટકાવ્યું, વિપક્ષના આક્ષેપ બાદ મનપા એક્શનમાં

    7 hours ago

    ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આંગણવાડીમાં બાળકોને અપાતા ખોરાક સાથે ગંભીર બેદરકારી સામે આવી છે. સરકાર દ્વારા આંગણવાડીના બાળકો માટે પૂરા પાડવામાં આવતા દાળ-ભાત અને શીરાના નાસ્તામાં જીવાત હોવાની જાણ થતાં જ આંગણવાડી સુપરવાઈઝર અને વર્કરે સમયસૂચકતા વાપરીને ખોરાકનું વિતરણ તાત્કાલિક અટકાવી દીધું હતું. આ ઘટનાના પગલે મહાનગરપાલિકા દ્વારા તમામ આંગણવાડીઓમાં તે દિવસનો નાસ્તો વિતરણ ન કરવા સૂચના આપવામાં આવી હતી અને મનપા સંચાલિત ખોરાકને બાજુ પર મૂકી બાળકોને પડીકાવાળો નાસ્તો આપવામાં આવ્યો હતો. 'અધિકારીઓ તહેવારો-ઉત્સવો ઉજવવમાં વ્યસ્ત' કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કિશન મેરે આંગણવાડીમાં ચેકિંગ હાથ ધરી તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આશરે એક મહિના પહેલા પણ કુંભારવાડાની આંગણવાડીમાં એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓનું વિતરણ થયું હતું, વારંવાર બાળકોના આરોગ્ય સાથે ચેડાં થવા છતાં મનપા કોઈ નક્કર પગલાં લેતી નથી. મનપા કમિશ્નર અને આરોગ્ય અધિકારીઓ માત્ર ઉત્સવો અને તહેવારો ઉજવવામાં વ્યસ્ત છે. સુપરવિઝનની પોતાની મૂળ જવાબદારીમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યું છે. નાના બાળકો દેશનું ભવિષ્ય છે જો બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી નહીં થાય તો મનપાએ પરિણામ ભોગવવું પડશે. આગામી દિવસોમાં કોંગ્રેસની ટીમ જાતે આંગણવાડીઓનું સુપરવિઝન કરશે. નાસ્તાના સેમ્પલની તપાસ કરી કાર્યવાહી થશે આ મામલે ભાવનગરના ડેપ્યુટી મેયર અશોક બારૈયાએ સ્પષ્ટતા કરી હતી કે, ઘટના અંગે નાસ્તાના સેમ્પલ મંગાવીને તપાસ કરવામાં આવશે. વિડિયોગ્રાફી અને પુરાવાની તપાસ કરી સંબંધિત એજન્સી સામે કડક કાનૂની કાર્યવાહી કરાશે. બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર એજન્સી કે જવાબદાર વ્યક્તિ ગમે તેટલી વગદાર હશે તો પણ તેને બક્ષવામાં નહીં આવે. રજા પરથી અધિકારીઓ પરત ફરતા જ મોતીબાગ અને કુંભારવાડા બંને આંગણવાડીના કિસ્સામાં ડૉ.સિન્હા અને આરોગ્ય વિભાગને સાથે રાખીને આગળની કાર્યવાહી હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    કેશોદના કરેણી ગામમાં કરોડોની ગૌચર જમીન પર દબાણનો વિવાદ:મહિલા સરપંચની કબૂલાત, કહ્યું- 'અમે પણ પેશકદમી કરી છે'
    Next Article
    इस्त्राईल के ख़िलाफ़ ब्रिटेन के विदेश मंत्री का भाषण, बखिया उधेड़ दी इस्राईल की

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment