Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંગર કિંજલ રબારી પતિ સાથે હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી હાજર થઈ:કહ્યું- કોઇએ કીડનેપ નથી કરી, મરજીથી પતિ અશોક ચૌધરી સાથે રહેવું છે; અપહરણની ફરિયાદ સામે સ્ટે

    8 hours ago

    અમદાવાદના ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારીનું 6 સપ્ટેમ્બરે અપહરણ થયા બાદ એક બાદ એક વળાંક આવી રહ્યા છે. પતિ મુકેશ દેસાઈની ફરિયાદ બાદ કિંજલનો એક વીડિયો સામે આવ્યો. જેમાં કિંજલે સ્વેચ્છાએ ગઈ હોવાનું અને અપહરણની વાત નકારી. ત્યારબાદ એક અરજી પણ પોલીસ કમિશનરને કરવામાં આવી. આ બધા વચ્ચે કિંજલ રબારી હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પતિ અશોક ચૌધરી સાથે હાજર થઈ હતી. ‘કિંજલ પતિ અશોક ચૌધરી સાથે રહેવા માંગે છે’ સિંગર કિંજલ રબારીને કોર્ટે પૂછ્યું કે તમે તમારી મરજીથી રહો છો? જેમાં કિંજલે કહ્યું હા મારી મરજીથી રહું છે. કોર્ટે પૂછ્યું તમને કોઈએ કીડનેપ નથી કર્યા ને, જેના જવાબમાં કિંજલ બોલી ના કોઇએ કીડનેપ નથી કર્યા. તેના વકીલના જણાવ્યા અનુસાર કિંજલ 24 વર્ષની છે અને પતિ અશોક ચૌધરી સાથે રહેવા માંગે છે. પરિવારના દબાણમાં પતિ અશોક ચૌધરી સાથે જવાની ના પાડી હતી કિંજલે કહ્યું છે કે પહેલા પણ તેના માટે હેબિયસ કૉર્પસ અરજી ફાઇલ થઈ હતી, પરંતુ પરિવારના દબાણમાં પતિ અશોક ચૌધરી સાથે જવાની ના પાડીને પરિવાર સાથે રહી હતી. અપહરણની ફરિયાદ સામે સ્ટે કોર્ટે કહ્યું છે કે બંને અરજદારોને જીવનો ખતરો છે, ત્યારે પોલીસ કમિશનરને તેમના જીવનની રક્ષા માટે સરકારી વકીલ સૂચના આપે. ચાંદખેડા પોલીસ મથકે નોંધાયેલી FIR પર આગળ કાર્યવાહી માટે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. ફરિયાદી અને પોલીસ સહિતનાને કોર્ટે ફોર્મલ નોટિસ આપી છે. આ મામલે વધુ કાર્યવાહી આગામી સમયમાં થશે.
    Click here to Read More
    Previous Article
    Air India का Plane हवा में अटका, विमान में सवार थे Rahul Gandhi | Flight Turbulence | Raebareli
    Next Article
    પિતાએ 3 મહિના પહેલા જ દીકરીને પતાવી દેવાનો પ્લાન કર્યો'તો:હત્યા માટે CCTV ન હોય તેવો સૂમસામ રસ્તો પસંદ કર્યો, ઓનરકિલિંગને હત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment