Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું તો કાગળિયા લખી લખી થાકી સરકાર તારા મનમાં નથી':'સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય તો પૂરતું વેતન આપે'; આંગણવાડી બહેનોના અમદાવાદમાં ધરણાં

    16 hours ago

    'હું તો કાગળિયા લખી લખી થાકી સરકાર તારા મનમાં નથી… હું તો આજીજી કરી કરી થાકી સરકાર તારા મનમાં નથી.' આ રીતે ગીત ગાઈને વિરોધ કરતી આંગણવાડી બહેનોના આ શબ્દો છે. અમદાવાદના સરદાર ગાર્ડનમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ આજથી બે દિવસ ઉપવાસ અને ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનના નેજા હેઠળ રાજ્યભરમાંથી આંગણવાડી બહેનો લઘુત્તમ વેતન આપવાની માંગ સાથે ધરણા પ્રદર્શનમાં જોડાઈ છે. મોંઘવારી વચ્ચે સરકારની વિવિધ યોજનાઓ અને કામગીરી કરતી આંગણવાડી તથા આશા વર્કર બહેનોને ખૂબ ઓછું વેતન આપવામાં આવતું હોવાની બહેનોએ રજૂઆત કરી છે. વેતન સહિતની માંગ ન સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી અત્યારે આંગણવાડી વર્કરને 10 હજાર અને હેલ્પરને 5,500 તથા આશા વર્કરને માત્ર 4,500 રુપિયા પ્રતિ માસ ચૂકવવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટની બેન્ચ દ્વારા આંગણવાડી વર્કર-હેલ્પરના વેતન અંગે 24,800 તથા 20,300ના હુકમ કરવામાં આવ્યા હોવા છતાં તેનો અમલ કરવાને બદલે રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. તેના કારણે બહેનોમાં ભારે રોષ છે. નિવૃત્તિ વયમર્યાદા સહિતની અન્ય પડતર માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 'વચન આપી સરકાર પૂરું નથી કરતી' ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સૌરાષ્ટ્ર ઝોનમાં મહામંત્રી સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે, અમારી મુખ્ય માંગણી એ છે કે રાજ્ય સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે. જ્યારે જ્યારે આંદોલન કરીએ ત્યારે સરકાર બેઠક કરવા બોલાવે છે અને વચન આપે છે પરંતુ તે વચન પુરા કરવામાં આવતા નથી. જેથી બે દિવસ ધારણા પ્રદર્શન અને ઉપવાસ પર બેસી રહેવાના છીએ. 'મહિલા સશક્તિકરણની વાતો કરો તો પૂરતું વેતન આપો' સંગીતાબેને વધુમાં જણાવ્યું હતું કે, મોંઘવારી વધી રહી છે. જેથી સરકારે વિચારવું જોઈએ કે આટલી મોંઘવારીમાં બહેનો ઘર કઈ રીતે ચલાવી શકે. એક તેલનો ડબ્બો અને ગેસનો બાટલો લે તેમાં તો 5500 રૂપિયા પૂરા થઈ જાય છે. તો પછી આંગણવાડી બહેનો પોતાના બાળકોને ભણાવે કઇ રીતે તે સૌથી મોટો સવાલ છે. નજીવા વેતનમાં ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય તો આ જ બહેનોને પુરતું વેતન આપવું જોઈએ. જેથી ધારણા પ્રદર્શન કરવા બહેનોને રસ્તા પર ન આવવું પડે. જો હજુ પણ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે. '2018થી સરકારે પગારમાં વધારો કર્યો નથી' ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી કૈલાશબેને જણાવ્યું હતું કે, અનેક વખત રજૂઆત કરવા છતાં માંગણીઓ ન સ્વીકારતી હોવાથી બહેનોને રસ્તા પર આવું પડે છે. કામગીરી વધતી જાય છે પરંતુ જે લઘુત્તમ વેતન મળવું જોઈએ તે આપવામાં આવતું નથી. 2018થી કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાનો પગાર વધારો કરી આપ્યો નથી. બીજી તરફ 2022 પછી રાજ્ય સરકાર દ્વારા પણ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તે પ્રમાણે બહેનોનું ઘર ચાલે તે રીતે વેતન પણ વધારવું જોઈએ તેવી અમારી માગણી છે. 'ચૂંટણી આવે ત્યારે બહેનો યાદ આવે બાકી યાદ નથી આવતી' કૈલાશબેનનું કહેવું છે કે, સરકાર બેઠકો કરી લોલીપોપ આપે છે પરંતુ વાયદા પૂરા કરવામાં આવતા નથી. જો હજુ પણ સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો પછી આના કરતાં પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સરકારને અમારી કોઈ જરૂર નથી તેવું લાગી રહ્યું છે. સરકારને ચૂંટીને લાવનારી આ જ બહેનો છે. આ જ બહેનો ચૂંટણી સમયે ઘરે ઘરે જઈને BLOની કામગીરી કરે છે. ચૂંટણી આવે ત્યારે બુથ પર બેસીને આ જ બહેનો કામગીરી કરતી હોય છે. જ્યારે ચૂંટણી આવે અને મેળા આવે ત્યારે આ જ બહેનો તેમને યાદ આવી જાય છે. પરંતુ તે બધું પૂરું થઈ ગયા પછી સરકારને આ બહેનો યાદ આવતી નથી. બહેનો ભૂખે મરે છે તેવું સરકારને યાદ આવતું નથી. મજદૂર વિરોધી સરકાર છે તેવું પણ હવે અમે લોકો માની બેઠા છીએ.
    Click here to Read More
    Previous Article
    સિંગર કિંજલ રબારી પતિ સાથે હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી હાજર થઈ:કહ્યું- કોઇએ કીડનેપ નથી કરી, મરજીથી પતિ અશોક ચૌધરી સાથે રહેવું છે
    Next Article
    પુનિયાવાંટ એકલવ્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો:અડધા સત્રથી શિક્ષકની બદલી થતાં વિરોધ; માંગણી ન સંતોષાય તો LC કઢાવવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment