Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં મોતીપુરા-ખેડતસીયા આઇકોનિક રોડના કામ માટે બેઠક:ધારાસભ્યની હાજરીમાં અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓએ ચર્ચા કરી

    7 hours ago

    હિંમતનગરમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાની હાજરીમાં મોતીપુરાથી ખેડતસીયા તરફના આઇકોનિક રોડના વિકાસ કામ અંગે એક બેઠક યોજાઈ હતી. જેમાં સંબંધિત અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મોતીપુરાથી ખેડતસીયા રોડ પર નગરપાલિકા દ્વારા થનારા આઇકોનિક રોડના કામ અને રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા થનારા સી.સી. રોડના કામ વિશે વિગતવાર ચર્ચા થઈ. કામગીરીના આયોજન અને સંકલન માટે જરૂરી સૂચનાઓ પણ અપાઈ હતી. ધારાસભ્યએ અધિકારીઓને સૂચના આપી કે, રોડના વિકાસ કામમાં કોઈ મોડું ન થાય. નાગરિકોને સારી અને સુવિધાવાળી રોડ વ્યવસ્થા મળે તે માટે કામ ઝડપથી શરૂ કરીને પૂરું કરવામાં આવે. આ બેઠકમાં કાર્યપાલક ઈજનેર આર.ડી. ધ્રુવ, માર્ગ-મકાન ડેપ્યુટી ઈજનેર હેમંત પરમાર, ઈજનેર નિર્મલ ચૌધરી, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન અમૃત પુરોહિત અને ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી હાજર રહ્યા હતા. તેમની સાથે સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. આ ઉપરાંત, હિંમતનગરમાં રેલવે સ્ટેશનથી નવજીવન હોસ્પિટલ સુધીના રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભાટવાસ વિસ્તારમાં આ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે થયું. આ કામથી સ્થાનિક લોકોને સારી રોડ વ્યવસ્થા મળશે અને વિસ્તારના વિકાસને વેગ મળશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, વોર્ડ નંબર 5 ના સભ્યો શશિકાંત સોલંકી, જયેશ ભાટી, અલકાબેન બારોટ અને ઉષાબેન વાઘેલા સહિત આગેવાનો અને સ્થાનિકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાને ન્યુ ઉમરગામથી ન્યુ સફાલે સુધી ફ્રેઇટ કોરિડોર શરૂ કરાવ્યો:₹20,703 કરોડના ખર્ચે 326 કિમીના 3 સેકશનનું લોકાર્પણ, માલગાડીને લીલી ઝંડી અપાઈ, ઉદ્યોગોને લાભ થશે
    Next Article
    પાટણની ઓક્સફર્ડ સ્કૂલના 71 વિદ્યાર્થીઓનો રાજસ્થાન પ્રવાસ પૂરો:ઉદયપુર, કુંભલગઢ અને હળદીઘાટીની મુલાકાત લઈ ઇતિહાસ જાણ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment