Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં આદર્શ ગ્રામ વિકાસ સમિતિની બેઠક યોજાઈ:જન્મ પ્રમાણપત્ર સુધારા, બોગસ આદિવાસી પ્રમાણપત્ર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા

    8 hours ago

    નર્મદા જિલ્લા આદર્શ ગ્રામ વિકાસ સમિતિની બેઠક રાજપીપળા સર્કિટ હાઉસમાં થઈ હતી. જેમાં દેવમોગરા માતાજીના વિકાસ માટે રાજ્ય સરકારે 13.2 કરોડ રૂપિયા આપ્યા તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનવામાં આવ્યો. નર્મદા જિલ્લામાં પ્રાથમિકથી કોલેજ સુધી અંગ્રેજી, ગણિત અને સારા તેમજ વ્યવસાયલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપવા પર વાતચીત થઈ હતી. જિલ્લામાં મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં સ્થાનિક વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળે તે માટે સમયસર માર્ગદર્શન આપવાનું સૂચન કરાયું. ઝઘડિયા, અંકલેશ્વર, પાનોલી, દહેજ અને જંબુસરના ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થાનિક યુવાનોને નોકરી મળે તે માટે આધુનિક ITI અને એન્જિનિયરિંગ શિક્ષણ વિશે ગામડે ગામડે જાગૃતિ લાવવાનું પણ કહેવાયું. બોગસ આદિવાસી પ્રમાણપત્રના આધારે અનામતનો લાભ લેનારાઓ સામે કડક કાર્યવાહી અને તપાસ ચલાવવાની માંગ કરાઈ. છોટાઉદેપુર નગરપાલિકા અને આણંદ જિલ્લા પંચાયતમાં થયેલી કાર્યવાહી બદલ સરકારનો આભાર પણ માનવામાં આવ્યો હતો. અન્ય સરકારી પદો અને નોકરીઓમાં બોગસ પ્રમાણપત્ર ધરાવતા લોકોની તપાસ કરવાની માંગ કરાઈ હતી. જન્મ પ્રમાણપત્રમાં બાળકના નામ સાથે માતાનું નામ અટક તરીકે જોડવાના નવા સુધારાની આદિવાસી સમાજના હક, અનામત, શિક્ષણ અને નોકરી પર શું અસર થશે, તે અંગે સરકાર સામે રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. નર્મદા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીને ફરી શરૂ કરવા બદલ ઘનશ્યામ પટેલ અને તેમની ટીમના કામને બિરદાવવામાં આવ્યું હતું. જોકે, આ બંને સંસ્થાઓ અંગે માંગવામાં આવેલી તપાસને લઈને સભ્યોએ નારાજગી બતાવી. નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળે તે માટે રજૂઆત કરવાનું પણ સૂચન કરાયું. યુવાનોને જુદા જુદા વ્યસનોથી દૂર રાખવા માટે ગામડે ગામડે વ્યસનમુક્તિ અભિયાન ચલાવવા પર ભાર મુકાયો. તેમને નોકરી અને વ્યવસાયલક્ષી શિક્ષણ માટે માર્ગદર્શન આપવાની જરૂરિયાત પણ જણાવાઈ. આ બેઠકમાં આદિવાસી આગેવાન દિનેશ તડવી, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને સાંસદ મનસુખ વસાવા તેમજ આદિવાસી મોરચાના પ્રમુખ રાજુ વસાવા, જિલ્લા ઉપપ્રમુખ મહેશ તડવી, ભારતીબેન તડવી, રવિ દેશમુખ, રમણસિંહ રાઠોડ, કમલેશ પટેલ, હિતેશ વસાવા અને અજય તડવી સહિતના આગેવાનો અને ઘણા કાર્યકરો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં કચ્છ કોંગ્રેસનો મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન:"ચા પર નહીં, ચીની પર ચર્ચા કરો" ના નારા સાથે PM મોદી પર પ્રહાર
    Next Article
    કલેક્ટરે કોઠા વિરડી ગામમાં દફતર તપાસ્યા:સરકારી જમીન પરના દબાણો શોધવા સૂચના આપી, રાત્રીસભામાં લોકોના પ્રશ્નો સાંભળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment