Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં કોંગ્રેસ 'જન અને કિસાન અધિકાર યાત્રા' યોજશે:પ્રજાકીય પ્રશ્નો અને ખેડૂતોના હક માટે લડત આપશે, જિલ્લા પ્રમુખ કિશન પટેલે માહિતી આપી

    1 day ago

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા રાજ્યભરમાં યુવાનો અને ખેડૂતોના હક માટે લડત આપવાની તૈયારી છે. આ અંતર્ગત વલસાડ જિલ્લામાં 'જન અને કિસાન અધિકાર યાત્રા'નું આયોજન કરાશે. વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશન પટેલે પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી. કિશન પટેલે જણાવ્યું કે ખેડૂતો ખાતર, બિયારણ, ડીઝલ અને વીજળીના વધતા ભાવથી પરેશાન છે. તેમને કુદરતી આફતો અને પાકના યોગ્ય ટેકાના ભાવ મળતા નથી. સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં છે. સામાન્ય જનતા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારથી પીડાઈ રહી છે. આ મુદ્દાઓને ઉજાગર કરવા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ આ યાત્રા કાઢી રહી છે. 'જન અને કિસાન અધિકાર યાત્રા' વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓ, નગરપાલિકા અને ગામડાંમાંથી પસાર થશે. યાત્રા દરમિયાન ખાટલા બેઠકો, પદયાત્રાઓ અને જાહેર સભાઓ યોજાશે. આ યાત્રાનો મુખ્ય હેતુ ગામડાંના લોકો અને ખેડૂતો સુધી પહોંચી તેમની સમસ્યાઓ સાંભળવાનો છે. કોંગ્રેસ આ સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સામે અવાજ ઉઠાવશે. આ યાત્રાને સફળ બનાવવા માટે વલસાડ જિલ્લા કોંગ્રેસ, તાલુકા સમિતિઓ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ.ના પદાધિકારીઓને જવાબદારીઓ સોંપાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને હોદ્દેદારો પણ યાત્રામાં જોડાશે. કિશન પટેલે વલસાડ જિલ્લાના લોકો અને ખેડૂતોને આ લડાઈમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં બે મિત્રો વચ્ચે નાણાંકીય લેવડ-દેવડ બાબતે બબાલ:પૈસાની ઉઘરાણી કરી મિત્ર અને તેના ભાઈને ઢીકાપાટુનો માર માર્યો, ધમકી આપતા પોલીસ ફરિયાદ
    Next Article
    635 કરોડથી વધુનું કૌભાંડ, ગુજરાતભરમાંથી 1.50 લાખ લોકો ભોગ બન્યા:SD Pay એપ બનાવી જાળ પાથરી, રોકાણ પર દૈનિક ઉંચા વળતરની લાલચ આપી; અમરેલી પોલીસે 6ને દબોચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment