Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં બે મિત્રો વચ્ચે નાણાંકીય લેવડ-દેવડ બાબતે બબાલ:પૈસાની ઉઘરાણી કરી મિત્ર અને તેના ભાઈને ઢીકાપાટુનો માર માર્યો, ધમકી આપતા પોલીસ ફરિયાદ

    1 day ago

    ભાવનગરના રસાલા કેમ્પ વિસ્તારમાં નાણાકીય લેવડ-દેવડ મામલે તકરાર થતાં એક શખ્સે તેના જ મિત્રને ઢીકાપાટુનો માર મારી તેમજ ઈંટ વડે હુમલો કર્યો હતો. તેમજ મિત્રના ભાઈઓ વચ્ચે પડતા તેને પણ ઇજાઓ પહોંચાડી શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પૈસા બાબતે દસેક દિવસથી મિત્ર હેરાન કરતો શહેરના ડી.એસ.પી ઓફીસ સામે આવેલા રસાલા કેમ્પમાં રહેતા 39 વર્ષીય વિજય ઉર્ફે બલ્લુ શર્માએ નિલમબાગ પોલીસ મથકમાં કલ્પેશ ઉર્ફે ભોડી ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 07/09ના રોજ સાંજના અરસામાં તેઓ તેમના ભાઈ સાથે પોતાની ઓફિસે હાજર હતા, ત્યારે તેનો મિત્ર કલ્પેશ તેમની ઓફીસે આવ્યો હતો. તેઓએ તેની સાથે પૈસાનો વ્યવહાર કર્યો હતો જે પૈસા તેઓ દસેક દિવસથી આપી શક્યા ન હતા. પૈસા બાબતે દસેક દિવસથી શખ્સ તેને હેરાન કરતો તેમજ અપશબ્દો બોલતો હતો. જેથી તેઓએ શખ્સને મશ્કરી કરવાની ના પાડતા શખ્સે ઓફીસ પાસે તેઓ સાથે ઝપાઝપી કરી ઈંટ વડે હુમલો કર્યો હતો. હુમલો કરી ધમકી આપી શખ્સ ફરાર થયો આ હુમલામાં વચ્ચે પડેલા તેઓના બન્ને ભાઈને જમણા હાથના અને કપાળના ભાગે ઈંટ વાગતાં ઈજાઓ પહોંચી હતી. શખ્સે હુમલો કર્યા બાદ "જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તેઓને સારવારમાં સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે ફરિયાદના અનુસંધાને પોલીસે શખ્સ સામે BNS એક્ટની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોમ્સ ઓફ ભરૂચે વિદ્યાર્થીઓમાં વાંચન અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવી:વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે વડાદલા પ્રાથમિક શાળામાં ખાસ કાર્યક્રમ યોજાયો
    Next Article
    વલસાડમાં કોંગ્રેસ 'જન અને કિસાન અધિકાર યાત્રા' યોજશે:પ્રજાકીય પ્રશ્નો અને ખેડૂતોના હક માટે લડત આપશે, જિલ્લા પ્રમુખ કિશન પટેલે માહિતી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment