Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું:બહુમાળી ભવનના પટાંગણમાં ગેરકાયદે મેળો ભરાયો

    13 hours ago

    રાજકોટમાં વહીવટી તંત્રની ભારે નિષ્ક્રિયતા અને અણઘડ વહીવટનો નમૂનો સામે આવ્યો છે. ખુદ જિલ્લા સેવા સદન 2 એટલે કે બહુમાળી ભવન કચેરીના પટાંગણમાં જ સવારથી સાંજ સુધી અનધિકૃત રીતે ‘મિનિ લોકમેળો’ ભરાયો હતો. નાના-મોટા ફેરિયાઓ અને મુખ્ય લોકમેળાના રમકડાંના સ્ટોલ ધારકોએ વાહનો ખડકીને 50% ડિસ્કાઉન્ટમાં માલસામાનનું વેચાણ કરી રોકડી કમાણી કરી લીધી હતી. આ સસ્તો માલસામાન ખરીદવા માટે લોકોની ભારે જનમેદની ઊમટી પડી હતી,આ ભીડે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા રખાતા સિક્યુરિટી ગાર્ડ્સની કામગીરી અને વહીવટી તંત્રની પોલ છતી કરી દીધી છે. 5 દી’માં 417 કિલો વાસી અખાદ્ય ખોરાક પકડાયો મનપાની આરોગ્ય શાખાએ લોકમેળામાં સતત પાંચ દિવસ ખાણીપીણીના સ્ટોલમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી 417 કિલો વાસી અને અખાદ્ય પદાર્થનો નાશ કરી 54 સ્ટોલધારકને રૂ.15770 દંડ ફટકાર્યો છે. આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી, ડેઝિગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતાના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમ બનાવી આગામી દિવસોમાં ખાનગી મેળામાં પણ ફૂડની ગુણવત્તા અંગે ચેકિંગ હાથ ધરવામાં આવશે. મેળો પૂરો થયા પછી પણ સેલ ચાલુ: ટ્રાન્સપોર્ટ ખર્ચ બચાવવા હરાજી જેવા દૃશ્યો સર્જાયા રેસકોર્સ મેદાનમાં લોકમેળો સત્તાવાર રીતે પૂરો થઈ ગયો હોવા છતાં, છઠ્ઠા દિવસે સ્ટોલ સંચાલકોએ માલસામાન પાછો લઈ જવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ બચાવવા માટે આડેધડ 50% ડિસ્કાઉન્ટમાં વેચાણ ચાલુ રાખ્યું હતું. સસ્તા ભાવે સામાન મેળવવા મહિલાઓની ભારે પડાપડી થઈ હતી. કટલેરી, જ્વેલરી, પર્સ, ગૃહસુશોભનનો સામાન, બાળકોના રમકડાં અને કપડાંની ખરીદી માટે અંધાધૂંધી જેવા દૃશ્યો સર્જાયા હતા.
    Click here to Read More
    Previous Article
    દર મહિને 70 પરિવારને લાભ:મનપાના લગ્ન હોલની બુકિંગ તારીખ ગમે તેટલી વાર બદલી શકાશે
    Next Article
    Saharanpur Masjid Demolished Update: ASI की Team को कुएं के अंदर क्या-क्या दिखा? ASI Survey |CM Yogi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment