Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માદલપુર રેલવે ગરનાળામાં લક્ઝરી બસ ફસાઈ:બસ ટકરાતા લોખંડની રેલિંગ ખસી ગઈ, બહાર કાઢવા ક્રેન બોલાવી પડી

    1 day ago

    શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા માદલપુર રેલવે ગરનાળામાં રાત્રે એક લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી. લક્ઝરી બસના ચાલક દ્વારા ગરનાળામાંથી બસ કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે બસના છતનો ભાગ રેલવે ગરનાળાની આગળના ભાગે લગાવવામાં આવેલી લોખંડની રેલિંગ સાથે અથડાયો હતો અને રેલિંગ પણ ખસી ગઈ હતી. લક્ઝરી બસ ફસાઈ જવાના કારણે બાદલપુર ગરનાળામાંથી પસાર થતા ટુ-વ્હીલર અને ફોર- વ્હીલરચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ક્રેન બોલાવીને રેલિંગનો ભાગ ઉંચો કરવામાં આવ્યો અને ત્યાર બાદ બસને બહાર કાઢવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે બસચાલકની આ બેદરકારી અને રેલવે ગરનાળાને નુકસાન થતાં તેની સામે કાર્યવાહી થઈ શકે છે. મળતી માહિતી મુજબ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજ તરફ જવાના રોડ પર અમદાવાદ- ભાવનગર- બોટાદ રેલવે લાઇન પર માદલપુર રેલવે ગરનાળું આવેલું છે. ગરનાળાની હાઈટ ખૂબ જ નીચી આવેલી છે, જેથી લક્ઝરી બસ સહિતના મોટા વાહનો ત્યાંથી પસાર થઈ શકતા નથી તેમ છતાં પણ ગઈકાલે સાત સપ્ટેમ્બરના રોજ રાત્રે એક ખાનગી લક્ઝરી બસના ચાલક દ્વારા માદલપુર ગરનાળામાંથી બસને કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગરનાળુ નીચું હોવા છતાં પણ બસ ચાલે કે બસ નીકળી જશે તેમ માની અને બસ ગરનાળામાં નાખી હતી જેના કારણે બસની છતનો ભાગ આગળના ભાગે લગાવેલી રેલિંગને અથડાયો હતો. છતની ઉપરનો ભાગ રેલિંગને અથડાતા આખી રેલિંગ ખસી ગઈ હતી અને બસના છતના ભાગને પણ નુકસાન થયું હતું. ગરનાળાની વચ્ચે બસ અટવાઈ ગઈ હતી જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી. બસ વચ્ચે ઉભી રહી ગઈ હતી અને રેલિંગના નુકસાન થયું હતું. ત્યાર બાદ પોલીસ અને રેલવે પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને રેલવે ગરનાળા પાસે રેલિંગને નુકસાન થતા તેને ક્રેન બોલાવવી પડી હતી. ટ્રેન સાથે રેલિંગને બાંધી અને ત્યાર બાદ બસ બહાર કાઢવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    આસિમ મુનીરનો ‘સ્ટોન શો’ ફ્લોપ!:ટ્રમ્પ ખુશ થયા પણ BLAના ખૌફથી અમેરિકા ન પહોંચ્યા રેર અર્થ મિનરલ્સ, બલૂચ હુમલાઓથી અમેરિકી કંપનીનું કામ બંધ
    Next Article
    રાજકોટ લોધીકા સંઘની ચૂંટણી માટે મતદાન શરૂ:5 બેઠકો પર સમજૂતી ન થતા ભાજપ સામે ભાજપના જ ઉમેદવાર વચ્ચે ટક્કર, બે મોટા નેતાના જૂથવાદથી સહકારી સંસ્થાનું રાજકારણ ગરમાયુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment