Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના છેલ્લાં સોમવારે સાબરકાંઠાના શિવાલયો શણગારથી ઝળહળી ઉઠ્યા:રામેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજીનો ભવ્ય શણગાર, વિવિધ શિવાલયોમાં અનોખો ફૂલ શણગાર

    8 hours ago

    હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સાંજે વિવિધ શિવ મંદિરોમાં મહાદેવના અનોખા અને આકર્ષક શણગાર કરાયા હતા. વિવિધ પ્રકારના ફૂલો, પાંદડીઓ અને ધાર્મિક શણગારથી શિવાલયો ભક્તિમય માહોલમાં ઝળહળી ઉઠ્યા હતા. હિંમતનગરની શારદાકુંજ સોસાયટીમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી મહારાજનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગારના દર્શન અને આરતીમાં ઘણા ભક્તો જોડાયા હતા. કુલ 22 આરતી યજમાનોના હાથે આરતી કરાઈ હતી. રાયગઢ ખાતે આવેલા વૈજનાથ મહાદેવ મંદિરે ફૂલોનો અનોખો અને આકર્ષક શણગાર કરાયો હતો. જ્યારે હિંમતનગરના રાજેન્દ્રનગર વિસ્તારમાં આવેલા સોમનાથ મહાદેવને ઉજ્જૈનના મહાકાલ સ્વરૂપનો શણગાર કરાયો હતો. હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે લગભગ 70 કિલો ફૂલો અને પાંદડીઓથી ખાસ શણગાર કરાયો હતો. ઝરણેશ્વર મહાદેવ મંદિરે મહાદેવને જલબેરા, વિવિધ ફૂલો, કમળ અને ગુલાબથી શણગારવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઈડર તાલુકાના જાદર ખાતે આવેલા મુઘણેશ્વર મહાદેવ મંદિરે પણ ખાસ શણગાર કરાયો હતો. અહીં લગભગ 60 કિલો ફૂલોથી મહાદેવનો મનમોહક શણગાર કરાયો હતો. શ્રાવણના છેલ્લા સોમવારે વિવિધ શિવાલયોમાં થયેલા આ શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આખા જિલ્લામાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર-વિજાપુર રોડ પરથી દેશી બંદૂક સાથે બે શખ્સ ઝડપાયા:સાબરકાંઠા SOGએ બંદૂક કબજે કરી બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
    Next Article
    After Sanjay Dutt's Marathi Quip, Former Prisons Chief Recalls His Jail Days

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment