Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં છત્રપતિશ્વર મહાદેવ મંદિરે બ્રહ્મ સમાજ દ્વારા મહા આરતી:શ્રાવણના છેલ્લા સોમવારે અજા એકાદશીના દુર્લભ યોગમાં સર્વ જ્ઞાતિના લોકો જોડાયા

    1 day ago

    શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાટણમાં આવેલા છત્રપતિશ્વર મહાદેવ મંદિરે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મહા આરતીનું આયોજન કરાયું હતું. આ આરતીમાં મોટી સંખ્યામાં અલગ અલગ જ્ઞાતિના લોકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની રાજ્યકક્ષાની યુવા ટીમે પ્રદેશના આગેવાનોની પ્રેરણાથી યોજ્યો હતો. શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને અજા એકાદશીનો દુર્લભ યોગ 68 વર્ષ પછી બન્યો હતો. હરિ અને હરના આ પવિત્ર દિવસે આ ખાસ આયોજન કરાયું હતું. આ ધાર્મિક પ્રસંગમાં તમામ જ્ઞાતિના લોકો ઉત્સાહથી જોડાયા હતા અને સહકાર આપ્યો હતો.આ કાર્યક્રમમાં પ્રદેશમાંથી ગીરીશભાઈ વ્યાસ અને સંગીતાબેન જોષી હાજર રહ્યા હતા. જિલ્લામાંથી હાર્દિકભાઈ વ્યાસ પણ ઉપસ્થિત હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ પંડ્યાએ કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાની ટીમમાંથી મંથન રાવલ, અપૂર્વભાઈ અને અર્જુનભાઈ સહિત તેમની ટીમે મહેનત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    UPSC CSAT Prelims Exam 2026: कठिन आ गया Question Paper? Answer Key से पहले Memes Viral | Social List
    Next Article
    10 ફૂટ ઊંડો પાળો અને જીવનું જોખમ:ભયાનક ઇન્ફાઇટ પછી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો સિંહ, વનવિભાગે બેભાન કર્યા વગર કર્યું 'ડેન્જરસ' રેસ્ક્યૂ; 20 કર્મચારીઓએ ભારે પાંજરું ખેંચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment