Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 ફૂટ ઊંડો પાળો અને જીવનું જોખમ:ભયાનક ઇન્ફાઇટ પછી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો સિંહ, વનવિભાગે બેભાન કર્યા વગર કર્યું 'ડેન્જરસ' રેસ્ક્યૂ; 20 કર્મચારીઓએ ભારે પાંજરું ખેંચ્યું

    1 day ago

    અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની તુલસીશ્યામ રેન્જ હેઠળના વાંગધ્રા રેવન્યુ વિસ્તારમાં સિંહોના ઇન્ફાઇટ બાદ એક નર સિંહ ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. સિંહ એટલો નબળો થઈ ગયો હતો કે તે એક ફૂટ પણ ચાલી શકે તેવી સ્થિતિમાં નહોતો. તે જમીનથી આશરે 10 ફૂટ ઊંડા પાળાની નીચે પડી ગયો હતો. નાજુક સ્થિતિને કારણે બેભાન કરવાનું પણ જોખમી ઘાયલ સિંહ પાંજરામાં પોતાની મેળે આવી શકે તેવી સ્થિતિમાં નહોતો. બીજી તરફ તેની શારીરિક સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને ટ્રેન્ક્યુલાઇઝ એટલે કે બેભાન કરીને રેસ્ક્યુ કરવાનું પણ જોખમી હતું. આવી કપરી પરિસ્થિતિમાં વનવિભાગની રેસ્ક્યુ ટીમે સિંહને કોઈ નુકસાન ન થાય તે રીતે અલગ પદ્ધતિથી બચાવવાનો નિર્ણય કર્યો. જુઓ માંદા સિંહને બેભાન કર્યા વગર પાંજરે પુરવા સુધીના 3 દૃશ્યો : પાંજરામાં ટ્રેકરને સિંહ પાસે ઉતારાયો રેસ્ક્યુ દરમિયાન એક ટ્રેકરને પાંજરામાં બેસાડીને સિંહની નજીક મોકલવામાં આવ્યો હતો. ટ્રેકરે 2થી 3 લાકડીઓની મદદથી સિંહને ધીમે ધીમે ગાળિયામાં લીધો હતો. સિંહને સુરક્ષિત રીતે પાંજરામાં લીધા બાદ ટ્રેકરને પણ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. 20 જેટલા કર્મચારીઓએ ભારે પાંજરું પાળાની ઉપર ખેંચ્યું સિંહને પાંજરામાં લીધા બાદ સૌથી મોટો પડકાર તેને 10 ફૂટ ઊંડા પાળામાંથી બહાર કાઢવાનો હતો. આશરે 20 જેટલા વનવિભાગના કર્મચારીઓ અને રેસ્ક્યુ ટીમના સભ્યોએ ભારે પાંજરાને મહેનતપૂર્વક પાળાની ઉપર ચડાવી ગાડી સુધી પહોંચાડ્યું હતું. ત્યારબાદ ઘાયલ સિંહને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 10 દિવસની સારવાર બાદ સિંહ સ્વસ્થ વનવિભાગની દેખરેખ હેઠળ સિંહની આશરે 10 દિવસ સુધી સઘન સારવાર કરવામાં આવી હતી. સારવાર બાદ સિંહ સંપૂર્ણપણે સ્વસ્થ થતાં તેને ફરી તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ રીતે વનવિભાગની ટીમે ગંભીર રીતે ઘાયલ સિંહને જીવનદાન આપ્યું હતું. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ કામગીરીને બિરદાવી રાજ્ય સરકારના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વનવિભાગની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ અને અત્યંત નાજુક સ્થિતિમાં રહેલા સિંહને બચાવવું લગભગ અશક્ય લાગતું હતું, પરંતુ વનવિભાગની ટીમે હિંમત અને કુશળતાથી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. વન્યજીવોના રક્ષણ માટે વનવિભાગ સતત ખડેપગે ગીર લાયન લેન્ડસ્કેપમાં વનવિભાગ અને રેસ્ક્યુ ટીમો દિવસ-રાત વન્યજીવોના રક્ષણ માટે કામગીરી કરે છે. સિંહ ઉપરાંત દીપડો, અજગર, મગર, જરખ અને શિયાળ સહિતના વન્યજીવોના પણ દરરોજ અંદાજે 2થી 3 રેસ્ક્યુ કરવામાં આવે છે. દરેક રેસ્ક્યુ ઓપરેશનમાં ટીમનો અનુભવ, હિંમત, સંકલન અને પરિસ્થિતિ પ્રમાણે સાવચેતીભર્યા નિર્ણયો મહત્વપૂર્ણ સાબિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં છત્રપતિશ્વર મહાદેવ મંદિરે બ્રહ્મ સમાજ દ્વારા મહા આરતી:શ્રાવણના છેલ્લા સોમવારે અજા એકાદશીના દુર્લભ યોગમાં સર્વ જ્ઞાતિના લોકો જોડાયા
    Next Article
    Dry Day, Grants Cut: Suvendu Adhikari's Big Ticket Changes For Durga Puja

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment