Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા વકીલ સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યા:ઓળખ છુપાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, ધર્મ પરિવર્તનનું પણ દબાણ કર્યું હતું

    7 hours ago

    સુરતના એટ્રોસિટી વિથ રેપ કેસમાં સુરત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી વકીલ રહીમ શેખની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ચોકબજાર પોલીસ મથકે નોંધાયેલા ગંભીર ગુનામાં ધરપકડથી બચવા માટે આરોપી વકીલ દ્વારા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. પીડિત મહિલા વકીલ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ આરોપીએ ઓળખ છુપાવી કુકર્મ કરી ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને કોઈ પણ રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. કોર્ટમાં બંને પક્ષો વચ્ચે સામસામે ધારદાર દલીલો થઈ આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન આરોપી રહીમ શેખ તરફથી એડવોકેટ ગૌતમ આઈ. દેસાઈએ કોર્ટમાં વિસ્તૃત બચાવ દલીલો રજૂ કરી હતી. જ્યારે બીજી તરફ સરકાર પક્ષે સરકારી વકીલ દીગંત તેવરે હાજર રહીને જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. આ સાથે જ પીડિતા પક્ષે સિનિયર વકીલ હસમુખભાઈ લાલવાલાના માર્ગદર્શન હેઠળ એડવોકેટ જય તમાકુવાલાએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તમામ પક્ષોની સુનાવણી બાદ નામદાર અદાલતે આરોપીની અરજી નામંજૂર કરવાનો આદેશ કર્યો હતો. આરોપીએ પોતાની ઓળખ છુપાવીને મહિલા પર કુકર્મ કર્યું આરોપ છે કે, કેસની વિગત મુજબ, ચોકબજાર વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા વકીલ વર્ષ 2018માં ફેસબુક મારફતે રહીમ રઝાક મુસલમાન ઉર્ફે શેખના સંપર્કમાં આવી હતી. રહીમે વાતચીત શરૂ કરી 'હું હિન્દુ બનીને રહીશ અને નામ રોહન કરી દઈશ' તેવો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ 16 ઓગસ્ટ 2018ના રોજ સંયુક્ત ઓફિસમાં જ પીડિતાની માંગમાં સિંદૂર પૂરી, મંગળસૂત્ર પહેરાવી પત્ની તરીકે સ્વીકારી લીધી હતી. બાદમાં લગ્નની લાલચ આપી સાપુતારા, ગોવા અને શિમલા-મનાલી પ્રવાસે લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. લગ્ન ન કરી જાતિવિષયક અપશબ્દો કહ્યા આક્ષેપ છે કે, પરિવારે મુલાકાત કરાવી લગ્નની ખાતરી આપી હોવા છતાં રહીમે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો અને મહિલા વકીલને જાતિવિષયક અપશબ્દો પણ કહ્યા હતા. ફરિયાદ દાખલ થયા બાદથી આરોપી રહીમ શેખ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેણે એફઆઈઆર રદ કરાવવા હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરી છે, જ્યાં પીડિતા તરફથી એડવોકેટ જય તમાકુવાલા, રાજેન રાઘવ અને રોનિથ જોય હાજર થયા હતા. આ કેસની વધુ સુનાવણી 25મી જૂનના રોજ નિયત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સંસદસભ્ય ધવલભાઈ પટેલે વલસાડ કાર્યાલયે નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા:કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી
    Next Article
    પાટણના કોટેશ્વર મહાદેવ મંદિરમાં ૧૦૮ કમળ પુજા:શ્રાવણના અંતિમ સોમવારે અન્નકૂટ ભરાયો; ભક્તોએ દર્શનનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment