Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાથે કૃષ્ણ, તો શેનો પ્રશ્ન?':અઘોરી મ્યુઝિક બેન્ડના ગીતમાં વ્રજથી દ્વારકા સુધી 'શેઠ શામળિયા'નો મહિમા

    6 hours ago

    ગુજરાતી બેન્ડ 'અઘોરી મ્યુઝિક'એ જન્માષ્ટમીના પર્વે 'સાથે કૃષ્ણ, તો શેનો પ્રશ્ન?' ગીત રિલીઝ કર્યું. અર્બન અને હિપ-હોપ કલ્ચરને ગુજરાતી ગીતોમાં સમાવનાર અઘોરી મ્યુઝિક બેન્ડનું આ ગીત 'વેલકમ ટુ ગુજરાત' આલ્બમનો એક ભાગ છે. આ ગીત શ્રીકૃષ્ણની અપાર કૃપા, મિત્રતા અને આધ્યાત્મિક શક્તિની ઉજવણી કરે છે. ગીતના લિરિક્સ બેન્ડ દ્વારા લખવામાં આવ્યા છે. ગીતમાં રેપ સેક્શન ક્રુઝ અને હાર્ડ-ડીએ ગાયું છે, જ્યારે ભક્તિમય કમ્પોઝિશનને ક્રુઝ, અવિરલ અને રિધમે સ્વરબદ્ધ કર્યું છે. યમુનાજીના વ્રજથી લઈને અરબી સમુદ્રની વચ્ચે સોનાની નગરી દ્વારકામાં વિરાજતા 'શેઠ શામળિયા'ની મહિમા ગાતું આ ગીત, પરંપરાગત ભક્તિભાવ અને મોર્ડન અર્બન હિપ-હોપ મ્યુઝિકનો સમન્વય છે. ગીતમાં રાધાજીનો સાથ, મીરાંની ઝાંઝરી, સુદામાની નિઃસ્વાર્થ મિત્રતા અને કળિયુગમાં પણ અર્જુનના સારથિ બનીને સાચો માર્ગ બતાવનારા કૃષ્ણના વિશ્વાસને વણી લેવાયા છે. આ પ્રસંગે બેન્ડના સભ્યોએ કહ્યું કે, "આજના ભાગદોડ અને ગૂંચવણભર્યા કળિયુગમાં જો દ્વારકાધીશનો સાથ અને વિશ્વાસ હોય, તો માણસને કોઈપણ મુશ્કેલી કે પ્રશ્નનો ડર રહેતો નથી."
    Click here to Read More
    Previous Article
    तृषा की बेइज्जती नहीं भूले CM Vijay? Stalin को दे दी एक्शन की चेतावनी! |TamilNadu Politics |Top News
    Next Article
    457 વર્ષે બદલાયો દુનિયાનો નકશો:અમેરિકાનાં પેટમાં તેલ રેડાયું, સરહદ મુદ્દે ભારતે પાવર બતાવ્યો, હવે ગૂગલ મેપનું શું થશે? જાણો પાંચ ઇન્ટરેસ્ટિંગ વાત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment