Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ અને રાજકીય આગેવાનોએ એક કરોડનો તોડ કર્યો!:બોટાદના યુવકના સમર્થનમાં કોળી સમાજની બેઠક, મુખ્યમંત્રીને સમાજ ગાંધીનગરમાં બે દિવસમાં રજૂઆત કરશે

    12 hours ago

    બોટાદમાં કોળી સમાજના એક યુવક સાથે પોલીસ અને રાજકીય આગેવાનો દ્વારા કથિત રીતે રૂ. 1 કરોડનો તોડ કરવામાં આવ્યો હોવાના આક્ષેપોને લઈને આજે કોળી સમાજના આગેવાનોની મહત્વની બેઠક યોજાશે. સાંજે બોટાદ સર્કિટ હાઉસ ખાતે બેઠકમાં કોળી સમાજના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં યુવાનને ન્યાય અપાવવા માટે આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી બે દિવસમાં કોળી સમાજના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરશે. સમાજના આગેવાન મયુર જમોડે જણાવ્યું હતું કે, ભોગ બનનાર યુવકને પોલીસ દ્વારા માર મારવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાથી યુવક હાલ સામે આવતા ડરી રહ્યો છે. કથિત રૂ. 1 કરોડના આ તોડકાંડની ઘટનાને સમાજ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે. સમાજના આગેવાન ભુપત ડાભીના જણાવ્યા મુજબ, યુવકને ન્યાય અપાવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર કમલમ સુધી રજૂઆત ભુપત ડાભીએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ અને ભાજપના કેટલાક મહત્વના આગેવાનોની સંડોવણીથી આ તોડ કરવામાં આવ્યો છે. આ સાથે બોટાદના કેટલાક ભાજપના આગેવાનો દ્વારા આ સમગ્ર મામલે ગાંધીનગર સ્થિત કમલમ સુધી રજૂઆત કરવામાં આવી હોવાનો પણ દાવો કરાયો છે. આંદોલનની ચીમકી કોળી સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો પીડિત યુવકને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એસપીએ તપાસની હૈયાધારણા આપી સમગ્ર મામલે બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે આ બાબતે તપાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જોકે, કેમેરા સામે આ મામલે બોલવાનો તેમણે ઇનકાર કર્યો હતો. હાલમાં આ ચકચારી તોડકાંડ અને કોળી સમાજની બેઠક પર સમગ્ર જિલ્લાની નજર
    Click here to Read More
    Previous Article
    "સગાઈ માટે નાણાંની જરૂર પડી તો ડ્રગ્સની ડિલિવરી કરી":રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ.9.23 લાખના 18.467 કિલો ગાંજા સાથે એક ઝડપાયો, મુખ્ય સૂત્રધાર ફરાર
    Next Article
    સ્વામિનારાયણ સંસ્થા પાસે આંદોલનના નામે NSUI નેતાએ 25 લાખ માગ્યા:શિક્ષણ સંસ્થાને મોડી રાત્રે કોલ કરી ધમકાવી ખંડણી માગ્યાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment