Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "સગાઈ માટે નાણાંની જરૂર પડી તો ડ્રગ્સની ડિલિવરી કરી":રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ.9.23 લાખના 18.467 કિલો ગાંજા સાથે એક ઝડપાયો, મુખ્ય સૂત્રધાર ફરાર

    6 hours ago

    રાજકોટ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી 6 સપ્ટેમ્બરના રોજ 25 વર્ષીય કર્મવીર પાટીલ નામના શખ્સને રૂ.9.23 લાખ રૂપિયાની કિંમતના 18.467 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પશ્ચિમ રેલવે રાજકોટ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર મામલે રેલવે પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત 25 વર્ષીય કર્મવીર પાટીલ તેમજ 25 વર્ષીય હર્ષસિંહ લલકસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા પોલીસે ડ્રગ્સની સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપી કર્મવીરની એક માસ બાદ સગાઈ છે અને તેના માટે જ નાણાની જરૂર હતી. જે દરમિયાન હર્ષસિંહે માદક પદાર્થના જથ્થાની ડિલિવરીમાં સાથ આપશે તો રૂ.20 હજાર મળશે તેવું કહેતા યુવાન તેની સાથે જોડાયો હતો. જોકે ગાંજાની ડીલીવરી કરે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પશ્ચિમ રેલવે રાજકોટ ઇન્ચાર્જ ડીવાયએસપી એચ. એમ. રાણાએ જણાવ્યું હતું કે, રાજકોટ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રાજકોટ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 વાંકાનેર તરફના છેડા પાસે બે વ્યક્તિ તેમની ટ્રોલી બેગ સાથે હાજર જોવા મળ્યા હતા. પોલીસ તેમની પાસે પહોંચે તે પૂર્વે જ એક વ્યક્તિ પોલીસને જોતા ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ત્યાં હાજર વ્યક્તિની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કર્મવીર પાટીલ જણાવ્યું હતું. પોતે છત્તીસગઢ રાજ્યના સુરજપુર જિલ્લાનો વતની હોવાનું જણાવ્યું હતું. કર્મવીર પાસે રહેલી ટ્રોલી બેગમા શું સામાન છે તે અંગે પૂછતા માદક પદાર્થ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે એફએસએલ અધિકારી દ્વારા ટ્રોલી બેગ તપાસતા તેમાંથી મળી આવેલ પદાર્થ ગાંજો હોવાનું જણાવ્યું હતું. પોલીસની પૂછપરછમાં કર્મવીર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઓખા - શાલીમાર ટ્રેનમાં તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. તેમજ ગાંજાની ડીલેવરી કોને કરવાની છે તે બાબતની જાણ હર્ષસિંહને હતી. ત્યારે હાલ રાજકોટ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હર્ષસિંહની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાઈ ગયેલા કર્મવીર પાટીલની આવતા મહિને સગાઈ છે. તેના માટે તેને પૈસાની જરૂરિયાત હતી ત્યારે હર્ષસિંહ દ્વારા ગાંજાની ડિલિવરીમાં સાથ આપવા બાબતે રૂ.20,000 ની લાલચ આપવામાં આવી હતી. જે લાલચમાં પોતે આવી જઈ ગાંજાની ડીલીવરીમાં જોડાયો હોવાની પોલીસને કેફિયત આપી છે. જોકે પોલીસે તે બાબતે ખરાઈ કરી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી એરપોર્ટમાં પાણી ભરાવાની AI પોસ્ટ પર કાર્યવાહી:દિલ્હી પોલીસને સોશિયલ મીડિયા હેન્ડલ્સની યાદી આપવામાં આવી; FIR પણ નોંધાઈ
    Next Article
    પોલીસ અને રાજકીય આગેવાનોએ એક કરોડનો તોડ કર્યો!:બોટાદના યુવકના સમર્થનમાં કોળી સમાજની બેઠક, મુખ્યમંત્રીને સમાજ ગાંધીનગરમાં બે દિવસમાં રજૂઆત કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment