Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તિનો માહોલ:ભાદરવી અમાસે કોળિયાક નિષ્કલંક મહાદેવ ખાતે લાખો ભાવિકો ઉમટશે

    13 hours ago

    પવિત્ર શ્રાવણ માસ હવે પૂર્ણતાના આરે પહોંચ્યો છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લાના શિવાલયોમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. રવિવારની રાત્રિએ શિવાલયોમાં યોજાયેલી ભવ્ય દીપમાળા અને મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. છેલ્લા સોમવાર નિમિત્તે મંદિરોમાં દેવાધિદેવ મહાદેવનો વિશેષ અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જ્યાં ભક્તોએ કતારબદ્ધ ઊભા રહીને દર્શન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યું સમગ્ર ભાવેણું દેવાધિદેવ ભોળાનાથની ઉપાસનાના આ પાવન મહિના દરમિયાન શહેર અને જિલ્લાના તમામ શિવ મંદિરોમાં 3 પ્રહરની વિશેષ પૂજા-અર્ચના સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. શ્રાવણ માસ દરમિયાન ભાવનગર શહેર જાણે શિવમય બની ગયું હોય તેમ હજારો શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળાભિષેક, બીલીપત્ર અને દૂધનો અભિષેક કરીને આરાધના કરી હતી. પવિત્ર શ્રાવણના ચોથા સોમવારે સાંજ પડતાં જ શિવાલયો રોશનીથી ઝળહળી ઊઠ્યા હતા અને દીપમાળાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી. ભાદરવી અમાસે કોળિયાક ખાતે લાખો શ્રદ્ધાળુઓનું થશે આગમન બીજી તરફ, કોળીયાક સ્થિત સમુદ્રમાં પાંડવકાળ દરમિયાન સ્થાપિત થયેલા સુપ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શુક્રવારે ભાદરવી અમાસના પાવન અવસરે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આખો મહિનો દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો, પરંતુ મેળો અને અમાસના સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી દેશભરમાંથી લાખો ભક્તો સમુદ્રસ્નાન અને દર્શન માટે પહોંચશે. આ વિશાળ લોકમેદની અને ધસારાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા સુરક્ષા, ટ્રાફિક નિયમન તેમજ પ્રાથમિક સુવિધાઓ અંગે તમામ અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પર્યુષણ પર્વમાં ધાર્મિક બસ પ્રવાસ:શહેરમાં જૈન દેરાસરોમાં AMTS બસની યોજના, 3000માં બસ બુકિંગ કરાવી શકાશે; રીક્ષા ચાલકોની હડતાલના કારણે ત્રણ દિવસ રદ્દ
    Next Article
    તરણેતરના મેળામાં આરોગ્ય સુરક્ષા માટે સઘન આયોજન:105 કર્મીઓ 24 કલાક ફરજ પર તૈનાત, 4 સારવાર કેન્દ્રો, 4 એમ્બ્યુલન્સ અને 108 સેવા પણ સજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment