Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરણેતરના મેળામાં આરોગ્ય સુરક્ષા માટે સઘન આયોજન:105 કર્મીઓ 24 કલાક ફરજ પર તૈનાત, 4 સારવાર કેન્દ્રો, 4 એમ્બ્યુલન્સ અને 108 સેવા પણ સજ્જ

    7 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ તરણેતર ખાતે 14 થી 17 સપ્ટેમ્બર, 2026 દરમિયાન લોકમેળો યોજાશે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની આરોગ્ય સુરક્ષા માટે જિલ્લા આરોગ્ય વિભાગે સઘન આયોજન કર્યું છે. મેળા દરમિયાન કોઈપણ સ્વાસ્થ્યલક્ષી કટોકટીમાં તાત્કાલિક તબીબી સહાય મળી રહે તે માટે 105 જેટલા આરોગ્ય કર્મચારીઓ 24 કલાક ફરજ પર તૈનાત રહેશે. મુલાકાતીઓને ઝડપી અને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે મેળા સ્થળે ચાર મુખ્ય સારવાર કેન્દ્રો ઊભા કરાયા છે. સ્ટેજ પાસે, બસ સ્ટેશન ટાંકા પાસે (થાન રોડ) અને સરા રોડ પરના કેન્દ્રો 24 કલાક ચાલુ રહેશે. રમતગમતના મેદાન ખાતેનું કેન્દ્ર સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી સેવા આપશે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સંકલન માટે તરણેતર ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે. મેળા સ્થળે તાત્કાલિક તબીબી સહાય માટે સ્ટેજ પાસે ચાર એમ્બ્યુલન્સ સતત ઉપલબ્ધ રહેશે. 108 ઇમરજન્સી સેવા પણ કાર્યરત રહેશે. જરૂર જણાય ત્યારે દર્દીને વધુ સારવાર માટે નજીકની આરોગ્ય સંસ્થામાં સમયસર ખસેડવાની વ્યવસ્થા પણ કરાઈ છે. આ આરોગ્ય વ્યવસ્થામાં 25 મેડિકલ ઓફિસર, 7 મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, 34 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 27 ફીમેલ હેલ્થ વર્કર, 5 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને 7 ફાર્માસિસ્ટ સહિતના કર્મચારીઓ સેવા આપશે. આરોગ્ય સેવાઓમાં કોઈ અડચણ ન આવે અને જરૂરિયાત મુજબ ઝડપી પ્રતિસાદ મળે તે માટે કર્મચારીઓની ફરજનું આયોજન કરાયું છે. મેળા દરમિયાન પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પણ ખાસ ધ્યાન રખાયું છે. પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનનું ટેસ્ટિંગ કરવા માટે બે ટીમો દિવસ-રાત કામગીરી કરશે. સમગ્ર આરોગ્ય વ્યવસ્થા અને કામગીરીનું જિલ્લા કક્ષાએથી ઇમરજન્સી મેડિકલ ઓફિસર, જિલ્લા સર્વેલન્સ ઇન્સ્પેક્ટર અને જિલ્લા આઈ.ઈ.સી. અધિકારી દ્વારા સતત સુપરવિઝન અને મોનિટરિંગ કરવામાં આવશે. મેળા સ્થળ પૂરતું જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારની આરોગ્ય સંસ્થાઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. સાયલા, ચોટીલા, થાનગઢ અને મુળી ખાતેના ચાર સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાત તબીબો, નર્સિંગ સ્ટાફ, લેબોરેટરી સ્ટાફ તેમજ 24 કલાક એમ્બ્યુલન્સ સેવા સજ્જ રાખવામાં આવી છે. આ આરોગ્ય કેન્દ્રો દ્વારા જરૂરિયાત મુજબ દર્દીઓને તાત્કાલિક તબીબી સેવા તથા વધુ સારવાર માટે જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. તે ઉપરાંત, સાપર, ડોળિયા, મોરથળા, નવાગામ, સરા, વગડીયા અને ટીકર-પરમાર ખાતેના સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પણ 24 કલાક સજ્જ રાખવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતે મેડિકલ ઓફિસર અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા સતત પ્રાથમિક સારવાર તેમજ લેબોરેટરી સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આમ, મેળા સ્થળથી લઈને આસપાસના આરોગ્ય કેન્દ્રો સુધી સંકલિત આરોગ્ય વ્યવસ્થા ઊભી કરાઈ છે. તરણેતર લોકમેળો ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનું આગવું પ્રતીક છે. મેળામાં મોટી સંખ્યામાં ઉમટનારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સલામત તથા સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સમગ્ર આયોજનનો હેતુ મેળા દરમિયાન કોઈપણ આરોગ્યલક્ષી જરૂરિયાત ઊભી થાય ત્યારે લોકોને સમયસર, સુલભ અને જરૂરી તબીબી સેવા મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તિનો માહોલ:ભાદરવી અમાસે કોળિયાક નિષ્કલંક મહાદેવ ખાતે લાખો ભાવિકો ઉમટશે
    Next Article
    Kevin Pietersen To Put On England Jersey 1st Time In 12 Years, Given Important Role Before World Cup 2027

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment