Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ચોરાયેલી બાઇક સાથે એક ઝડપાયો:એસ.ઓ.જી. ટીમે ત્રાજપર ચાર રસ્તા પાસેથી પકડ્યો, નંબર પ્લેટ વગરની બાઇક હતી

    1 day ago

    મોરબી એસ.ઓ.જી. પોલીસે ત્રાજપર ચાર રસ્તા પાસેથી એક શખ્સને ચોરાયેલી બાઇક સાથે પકડ્યો છે. આરોપીનું નામ જયદેવ ડાભી છે, જે ખરેડા ગામનો રહેવાસી છે. મોરબી એસ.ઓ.જી. પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ત્રાજપર ચાર રસ્તા નજીક બારૈયા પાન પાસે એક શખ્સ નંબર વગરની બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં દેખાયો. પોલીસે તેને રોકી બાઇક વિશે પૂછપરછ કરતા તેણે ગોળગોળ જવાબ આપ્યા. તેની પાસે બાઇકના આર.સી. બુક કે અન્ય કોઈ કાગળો નહોતા. બાઇકના ચેસીસ અને એન્જિન નંબર પરથી તપાસ કરતા જાણવા મળ્યું કે તેનો રજિસ્ટ્રેશન નંબર GJ-36-AB-0234 છે. આ બાઇક ચોરીની હોવાનું સામે આવ્યું. પોલીસે ચોરીની બાઇક બી.એન.એસ.એસ. કલમ-૧૦૬(૧) હેઠળ જપ્ત કરી. આરોપી જયદેવભાઈ ડાભીની બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઇ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી માટે તેને મોરબી સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 9 કલાક વીજળી બંધ રહેશે:66 કેવી સબસ્ટેશનમાં પોલ ઊભા કરવા અને મેન્ટેનન્સ કામગીરી કરાશે
    Next Article
    Possibility of adding a new chapter in history | ઇતિહાસમાં નવું અધ્યાય ઉમેરાવાની શક્યતા | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment