Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસની બેદરકારીના કારણે મોત થયાનો મૃતકના ભાઇનો આક્ષેપ‎:હિંમતનગરમાં જુગારધામ પર પોલીસની રેડ બાદ ભાગદોડમાં યુવકનું ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત

    21 hours ago

    હિંમતનગરના ભીલવાસ વિસ્તારમાં જુગારધામ પર બી ડિવિઝન પોલીસ રેડ કરતાં સર્જાયેલી નાસભાગમાં યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોત થયું છે. ઘટના બાદ સ્થાનિકોમાં પોલીસની કામગીરી સામે રોષ ફેલાયો છે. જોકે મૃતકના ભાઇએ પોલીસની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો હતો. ભીલવાસ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસે રેડ કરતાં નાસભાગ મચી હતી. જોકે આ નાસભાગમાં જીગર ભગાજી વણઝારા ઊંડા પાણીમાં ખાબક્યો હતો અને ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું હતું. ​ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડ્યો હતો. મૃતકના ભાઈ વિષ્ણુભાઈ વણઝારા અને પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની બેદરકારી અને અયોગ્ય કામગીરીને કારણે આ ગંભીર દુર્ઘટના ઘટી છે.​હાલમાં પોલીસે ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ પહોંચે તે પહેલા‎ જ જુગારીઓ નાસવા ‎લાગ્યા હતા: પીઆઇ​‎ બી ડિવિઝન પીઆઈ વસાવાએ જણાવ્યું હતું કે ​ભીલવાસ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. પરંતુ ​પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ જુગારીઓને જાણ થઈ જતાં તેઓ આઘાપાછા થઈને નાસવા લાગ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મૃતકના પરિવાર દ્વારા પોલીસ ટીમ પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને તદ્દન ખોટા નિરાધાર અને પાયાવિહોણા ગણાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બહુમાન‎:AIથી વિજ્ઞાન-ગણિતને સરળ બનાવી ગોખણપટ્ટી મુક્ત કરતાં ઇડરના દિયોલીના શિક્ષકનું સન્માન
    Next Article
    घर में घुसते ही महसूस होगी ताजगी, मिनटों में बनाएं DIY वनीला स्प्रे

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment