Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી સિંગર કિંજલ રબારીના કથિત અપહરણનો હાઈવોલ્ટેજ ડ્રામા:મુકેશ દેસાઈએ કહ્યું- મારી પત્નીનું અજાણ્યા શખસોએ અપહરણ કર્યું, ગાયિકા બોલી- 'મારા જીવને ખતરો હતો, હું સ્વેચ્છાએ ગઈ'

    8 hours ago

    6 મહિના પહેલા ગુજરાતી સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈ વિવાદ થયા બાદ હવે તેના કથિત અપહરણનો વિવાદ સર્જાયો છે. મુકેશ દેસાઈ નામના યુવકે અમદાવાદ પોલીસને ફોન કરી જાણ કરી કે, મારી પત્ની (કિંજલ રબારી)નું અજાણ્યા શખસો કારમાં અપહરણ કરી લઈ ગયા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી CCTVની તપાસ કરતા કિંજલ રબારી પોતાની જાતે જ કારમાં બેસતી જોવા મળી. થોડીવારમાં જ કિંજલનો એક વીડિયો પણ સામે આવ્યો. અપહરણ થયું હોવાનો ઈન્કાર કર્યો અને કહ્યું- હું મારી સ્વેચ્છાે જ મારા પતિ પાસે આવી છું. કિંજલ સાથે ફિલ્મ જોવા ગયેલા મુકેશ દેસાઈએ કહ્યું- ‘મારી પત્નીનું અપહરણ થયું’ મુકેશ દેસાઈએ અમદાવાદ પોલીસને ફોન કરી જાણ કરી હતી કે, તે અને તેની પત્ની ચાંદખેડા વિસ્તારમાં આવેલા CBD મોલમાં ફિલ્મ જોવા માટે ગયા હતા. મોલમાંથી બહાર આવતી સમયે બે કારમાં આવેલા અજાણ્યા શખસો કિંજલનું અપહરણ કરી ગયા. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, અપહરણનો મેસેજ મળતા પોલીસ પર પહોંચી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા જેમ કિંજલ ગાડીમાં બેસીને જતી દેખાય છે. હાલ કિંજલનું અપહરણ થયું કે પછી તે સ્વેચ્છાએ ગઈ છે તેની તપાસ ચાલી રહી છે.કિંજલના પતિ અને અન્ય લોકોના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે. કિંજલ રબારીએ વીડિયો બનાવી કહ્યું- ‘મારું અપહરણ નથી થયું…’ 'હું કિંજલ દેસાઈ, હું અશોકકુમાર વાલાભાઈ ચૌધરીની પત્ની છું. અમે બંનેએ લગ્ન તારીખ 2 મે, 2024ના રોજ કર્યા હતા. ત્યારબાદ મેં મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેઓ માનતા ન હોવાથી મેં મારા પતિને ફોન કરી બોલાવ્યા હતા. મારી સ્વેચ્છાએ તા. 10 માર્ચ, 2026ના રોજ અમે સાથે ગયા હતા. ત્યારબાદ મારા પતિને માર મારીને, મને બળજબરીથી મારા ઘરે લઈ જવામાં આવી હતી અને મારા પિયરપક્ષના લોકોએ મને બળજબરીથી રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ કરાવી હતી અને મને ઘરે ગોંધી રાખવામાં આવી હતી. ત્યારબાદ કોઈ પરપુરુષ સાથે મને આપી દેવામાં આવી અને ત્યાં મારા જીવને જોખમ હતું. મારા ઘરે પણ મને જીવને જોખમ હતું. એટલે મેં મારા પતિ અશોકકુમારનો સંપર્ક કર્યો અને હું એમની સાથે આવી ગઈ છું. આજ રોજ તા. 6 સપ્ટેમ્બર, 2026 ના રોજ હું એમની સાથે આવી છું. મારી સ્વેચ્છાએ આવી છું, અહીંયા હું સેફ છું અને હું એમની સાથે છું. તો વિનંતી કરું છું કે કોઈએ ખોટો કેસ કે ફરિયાદ કરવી નહીં. કોણ છે કિંજલ રબારી? રાધનપુરના સિનાડ ગામની વતની કિંજલ રબારી એક સાધારણ પરિવારમાંથી આવે છે. સરકારી શાળામાં અભ્યાસ દરમિયાન શિક્ષકોના પ્રોત્સાહનથી તે ગાયકીના ક્ષેત્રમાં આવી હતી. પોતાની મહેનતથી તે 'કોયલ કંઠી' સિંગર તરીકે પ્રખ્યાત થઈ અને અનેક લોકગીતો તેમજ લગ્નગીતો દ્વારા ગુજરાતમાં જાણીતી બની છે. 6 મહિના પહેલા પ્રેમલગ્નને લઈ વિવાદ થતા કિંજલે શું કહ્યું હતું? ગુજરાતી પ્રખ્યાત સિંગર કિંજલ દવે, આરતી સાંગાણી બાદ હવે કિંજલ રબારી પણ પ્રેમલગ્ન કરવા પર વિવાદોમાં આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ જઈ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા બાદ હવે સિંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં પોતાને અને તેના પતિને જીવનું જોખમ હોવાનું તેમજ પોલીસ પ્રોટેક્શન માટે અપીલ કરતી જોવા મળે છે. 56 સેકન્ડના વીડિયોમાં સિંગર કિંજલ રબારીએ જણાવ્યું કે, મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કર્યાં છે. પરિવારને મનાવવાના મેં ઘણા પ્રયત્નો કર્યાં હતા, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હતા, જેથી ગઈકાલે મેં મારા પતિને જાણ કરતા તેઓ મને આવીને લઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં મારા પતિને બદનામ કરવામાં આવી રહ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ગાંધી રોડ-નવા બજારના 220 થી વધુ વેપારીઓની મૌન હડતાળ:ત્રણ વર્ષથી અધૂરા વચનો, વીજ થાંભલા, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ સામે વિરોધ
    Next Article
    ગોધરામાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ સહિત સ્થાનિકોએ રક્તદાન કર્યું:ઘી ઈકબાલ પ્રાથમિક શાળામાં મહારક્તદાન શિબિર, જરૂરિયાતમંદો માટે રક્ત એકત્ર કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment