Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી સિંગર કિંજલ રબારીના કથિત અપહરણનો હાઈવોલ્ટેજ ડ્રામા:મુકેશ દેસાઈએ કહ્યું- મારી પત્નીનું અજાણ્યા શખસોએ અપહરણ કર્યું, ગાયિકાએ બોલી- 'મારા જીવને ખતરો હતો, હું સ્વેચ્છાએ ગઈ'

    9 hours ago

    ગુજરાતી સિંગર કિંજલ રબારીના અમદાવાદમાંથી થયેલા કથિત અપહરણ મામલે નવો વળાંક આવ્યો છે. મુકેશ રબારી નામના યુવકે અમદાવાદ પોલીસને જાણ કરતા કહ્યું- હું અને મારી પત્ની કિંજલ રબારી ચાંદખેડા વિસ્તારમાં ફિલ્મ જોવા ગયા ત્યારે કારમાં આવેલા અજાણ્યા શખસો મારી પત્નીનું અપહરણ કરી ગયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી તપાસતા કિંજલ જાતે જ કારમાં બેસતી જોવા મળી. ગણતરીની મિનિટમાં જ કિંજલનો વીડિયો સામે આવ્યો, જેમાં કિંજલે 6 મહિના પહેલા પોતાના લવમેરેજના વિવાદથી લઈ અત્યાર સુધીની સમગ્ર હકીકત વર્ણવી અને કહ્યું- તેનું કોઈએ અપહરણ કર્યું નથી, પોતાની સ્વેચ્છાએ જ ગઈ છે. બે કારમાં આવેલા લોકો કિંજલનું અપહરણ કરી ગયાની મુકેશ દેસાઈએ પોલીસને જાણ કરી મુકેશ દેસાઈએ અમદાવાદ પોલીસને ફોન કરી જાણ કરી હતી કે, તે અને તેની પત્ની ચાંદખેડા વિ્સતારમાં આવેલા CBD મોલમાં ફિલ્મ જોવા માટે ગયા હતા. મોલમાંથી બહાર આવતી સમયે બે કારમાં આવેલા અજાણ્યા શખસો કિંજલનું અપહરણ કરી ગયા. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, અપહરણનો મેસેજ મળતા પોલીસ પર પહોંચી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા જેમ કિંજલ ગાડીમાં બેસીને જતી દેખાય છે. હાલ કિંજલનું અપહરણ થયું કે પછી તે સ્વેચ્છાએ ગઈ છે તેની તપાસ ચાલી રહી છે.કિંજલના પતિ અને અન્ય લોકોના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે કિંજલ રબારીએ વીડિયો બનાવી કહ્યું- ‘મારું અપહરણ નથી થયું…’ 'હું કિંજલ દેસાઈ, હું અશોકકુમાર વાલાભાઈ ચૌધરીની પત્ની છું. અમે બંનેએ લગ્ન તારીખ 2 મે, 2024ના રોજ કર્યા હતા. ત્યારબાદ મેં મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેઓ માનતા ન હોવાથી મેં મારા પતિને ફોન કરી બોલાવ્યા હતા. મારી સ્વેચ્છાએ તા. 10 માર્ચ, 2026ના રોજ અમે સાથે ગયા હતા. ત્યારબાદ મારા પતિને માર મારીને, મને બળજબરીથી મારા ઘરે લઈ જવામાં આવી હતી અને મારા પિયરપક્ષના લોકોએ મને બળજબરીથી રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ કરાવી હતી અને મને ઘરે ગોંધી રાખવામાં આવી હતી. ત્યારબાદ કોઈ પરપુરુષ સાથે મને આપી દેવામાં આવી અને ત્યાં મારા જીવને જોખમ હતું. મારા ઘરે પણ મને જીવને જોખમ હતું. એટલે મેં મારા પતિ અશોકકુમારનો સંપર્ક કર્યો અને હું એમની સાથે આવી ગઈ છું. આજ રોજ તા. 6 સપ્ટેમ્બર, 2026 ના રોજ હું એમની સાથે આવી છું. મારી સ્વેચ્છાએ આવી છું, અહીંયા હું સેફ છું અને હું એમની સાથે છું. તો વિનંતી કરું છું કે કોઈએ ખોટો કેસ કે ફરિયાદ કરવી નહીં. કોણ છે કિંજલ રબારી? રાધનપુરના સિનાડ ગામની વતની કિંજલ રબારી એક સાધારણ પરિવારમાંથી આવે છે. સરકારી શાળામાં અભ્યાસ દરમિયાન શિક્ષકોના પ્રોત્સાહનથી તે ગાયકીના ક્ષેત્રમાં આવી હતી. પોતાની મહેનતથી તે 'કોયલ કંઠી' સિંગર તરીકે પ્રખ્યાત થઈ અને અનેક લોકગીતો તેમજ લગ્નગીતો દ્વારા ગુજરાતમાં જાણીતી બની છે. કિંજલ રબારીએ અગાઉ પરિવારની મરજી વિરુદ્ધ આંજણા ચૌધરી સમાજના અશોક ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જેના કારણે મોટો સમાજિક વિવાદ થયો હતો. માર્ચ 2026માં આ વિવાદ વધતાં તેમણે છૂટાછેડા લીધા હતા અને પરિવાર તથા સમાજના આગેવાનની મધ્યસ્થીથી પિતાના ઘરે પરત ફર્યા હતા. અગાઉના સંબંધનો અંત આવ્યા બાદ, ઓગસ્ટ 2026માં કિંજલ રબારીએ ગોતરકા ગામના નિવાસી અને વ્યવસાયે શિક્ષક મુકેશ રબારી (મુકેશ દેસાઈ) સાથે સમાજના રીત-રિવાજ મુજબ સાદગીપૂર્વક ફરી લગ્ન કરી લીધા છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ લોકમેળામાં ચાલુ ચકડોળમાંથી પટકાતા બાળકીનું મોત:મૃતક નિહારિકા પોલીસકર્મીની પુત્રી, મેળાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા
    Next Article
    ધરમપુરમાં 85 બાળકો-નાગરિકોએ માટીના ગણેશજી બનાવ્યા:પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવા ઇકો ફ્રેન્ડલી વર્કશોપ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment