Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશ મંત્રી એસ. જયશંકરે ‘ગુડ મહારાજા’ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પી:પોલેન્ડમાં જામનગરના રાજવી જામસાહેબ દિગ્વિજયસિંહજીના માનવતાના કાર્યને યાદ કરાયું

    10 hours ago

    ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પોલેન્ડની રાજધાની વોર્સો ખાતે આવેલા ઐતિહાસિક ‘ગુડ મહારાજા સ્ક્વેર’ની મુલાકાત લીધી. તેમણે જામનગરના તત્કાલીન રાજવી જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજિતસિંહજી જાડેજાના સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી. આ મુલાકાતથી ભારત અને પોલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધો ફરી તાજા થયા. બીજા વિશ્વયુદ્ધના મુશ્કેલ સમયમાં જ્યારે કોઈ દેશ શરણાર્થીઓને સ્વીકારવા તૈયાર નહોતો, ત્યારે જામસાહેબે આશરે 1,000 જેટલા અનાથ પોલિશ બાળકોને બાલાચડી (જામનગર) ખાતે આશ્રય આપ્યો હતો. આ તેમની માનવતાની અમર ગાથા છે. જામસાહેબના આ ઉમદા કાર્યને કારણે પોલેન્ડની જનતા તેમને આદરપૂર્વક ‘ડોબ્રી મહારાજા’ (ગુડ મહારાજા) તરીકે ઓળખે છે. પોલેન્ડની સંસદે પણ તેમના માનમાં એક ખાસ ઠરાવ પસાર કર્યો છે. ડૉ. જયશંકરે જણાવ્યું કે જામસાહેબ દ્વારા દર્શાવવામાં આવેલી માનવતા અને કરુણા આજે પણ બંને દેશો વચ્ચેના મજબૂત રાજદ્વારી અને સાંસ્કૃતિક સંબંધોનો મુખ્ય આધાર છે. આ મુલાકાતથી વૈશ્વિક સ્તરે જામનગર અને ગુજરાતનું ગૌરવ ફરી એકવાર સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વડનગરમાં દેશી દારૂના ધંધાર્થીઓ સામે પોલીસનો સપાટો:રીઢા બુટલેગર સુભાષજી ઠાકોર સામે પાસા હેઠળ કાર્યવાહી
    Next Article
    Madhya Pradesh Crime | મધ્ય પ્રદેશમાં ભાવનગર જેવો લઠ્ઠાકાંડ | MP Police | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment