Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરમાં દેશી દારૂના ધંધાર્થીઓ સામે પોલીસનો સપાટો:રીઢા બુટલેગર સુભાષજી ઠાકોર સામે પાસા હેઠળ કાર્યવાહી

    9 hours ago

    મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વડનગર પંથકમાં ગેરકાયદે દેશી દારૂના દૂષણને ડામી દેવા માટે પોલીસ પ્રશાસને આક્રમક વલણ અપનાવ્યું છે. વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક રહીશોની શાંતિ જોખમાવતી અને યુવાધનને બરબાદ કરતી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વડનગર પોલીસ તેમજ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અંતર્ગત ચોરીછૂપીથી દેશી દારૂનું વેચાણ કરતા એક રીઢા બુટલેગર સામે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ પ્રતિબંધક અધિનિયમ (PASA) હેઠળ કડક પગલાં ભરીને તેને તાત્કાલિક જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. વડનગર પોલીસ અને LCBનું સંયુક્ત ઓપરેશન વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ. પી. સિસોદીયા તેમજ એલસીબી મહેસાણાના પી.આઈ. એ. એમ. કામળીયાની ટીમોએ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની રૂપરેખા તૈયાર કરી હતી. ગુપ્ત બાતમી અને સર્વેલન્સના આધારે વડનગર તાલુકાના સુલતાનપુરા (જીવાપુરા) કેનાલ નજીક રહેતા સુભાષજી વરવાજી વનાજી ઠાકોર નામના શખ્સની ગતિવિધિઓ પર વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ શખ્સ વડનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે દેશી દારૂનો ગેરકાયદે વેપલો ચલાવી રહ્યો હતો. અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો હતો આરોપી પોલીસ રેકોર્ડની ચકાસણી કરતાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા સુભાષજી ઠાકોર વિરુદ્ધ અગાઉ પણ દારૂબંધીના ભંગ બદલ વિવિધ પોલીસ મથકોમાં એક કરતાં વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસની અગાઉની કાર્યવાહી છતાં તેની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં કોઈ સુધારો આવ્યો નહોતો અને તે સતત કાયદાની ઐસીતૈસી કરીને દેશી દારૂની હેરાફેરી તેમજ વેચાણનું નેટવર્ક ચલાવતો હતો. શાળા અને રહેણાંક વિસ્તાર નજીક દારૂના વેચાણથી લોકો ત્રસ્ત હતા આરોપી દ્વારા સામાન્ય નાગરિકોના રહેણાંક વિસ્તાર તેમજ શાળાઓની નજીક દેશી દારૂના અડ્ડા ચલાવવામાં આવતા હોવાથી સ્થાનિક રહીશો, મહિલાઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ભય તેમજ અસલામતીની લાગણી પ્રવર્તતી હતી. જાહેર માર્ગો પર દારૂડિયાઓના ત્રાસને લીધે સામાજિક વાતાવરણ ડહોળાતું હતું અને લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો હતો. સ્થાનિક વિસ્તારની જાહેર સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અકબંધ જાળવી રાખવા માટે આ શખ્સ સામે કડક દાખલો બેસાડવો અનિવાર્ય બન્યો હતો. પાસા હેઠળ અટકાયત કરી સીધો જેલ ભેગો કરાયો સતત ગેરકાયદે ધંધામાં લિપ્ત રહેતા સુભાષજી ઠાકોર સામે વડનગર પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તને મંજૂરી મળતાં જ પોલીસે ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ (PASSA) ની કલમ 2(બી) હેઠળ આરોપીની વિધિવત અટકાયત કરી તેને જેલ હવાલે કર્યો હતો. પોલીસની આ કડક કાર્યવાહીથી વડનગર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં દેશી દારૂનો ગેરકાયદે વેપલો કરતા અન્ય બુટલેગરોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરગામમાં સિગારેટના વધુ ભાવ અને નશાખોરી મુદ્દે જૂથ અથડામણ:લાકડાના દંડા અને ઢીંકામુક્કીથી હુમલો, સામસામે ફરિયાદ નોંધાઈ
    Next Article
    વિદેશ મંત્રી એસ. જયશંકરે ‘ગુડ મહારાજા’ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પી:પોલેન્ડમાં જામનગરના રાજવી જામસાહેબ દિગ્વિજયસિંહજીના માનવતાના કાર્યને યાદ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment