Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેન્ક યૂ:વાંચવું એટલે વાવવું

    17 hours ago

    ડો. જયેશ વાછાણી સંઘર્ષ અને સાહસથી કરેલી પ્રગતિને વધારવા, ટકાવવા કે પચાવવા, કમાયેલા પૈસાને ક્યાં, કેટલા અને કેમ વાપરવા એ શીખવા, ‘સફળતા એ સુખ નહીં પણ સુખ એ જ સફળતા’ એવું સમજવા, સંતોષનું સુખ અને એકાંતનો આનંદ પામવા સમજણની જરૂર પડે છે. આ સમજણ પામવા વિચારશીલ થવું પડે અને વિચારશીલ થવા માટેનો સૌથી સહેલો અને સરસ રસ્તો વાચનનો છે. વાચન થકી આવતી સમજણથી મેચ્યોરિટી આવે અને આછકલાઈ ઘટે. સાચા-ખોટાનો ભેદ સમજાય, સંવેદના વધે અને નિસબત ઊગે. શબ્દોના સથવારે, કલ્પનાની પાંખે ઊડતાં ઊડતાં નવા ઇનોવેટિવ આઇડિયા જડે અને પરિવર્તનની ડાળીએ ઝૂલવા મળે. કરવા જેવું કરવાની પ્રેરણા મળે અને ન કરવાનું ન કરવાની સમજ આવે. વાચનથી સમજણ તરફની સફરની શરૂઆત થાય છે. જિંદગીમાં લેવાતા નિર્ણયો કે અપાતી પ્રતિક્રિયામાં કરાયેલા વાચનનો ખૂબ મોટો ફાળો હોય છે. અહીં ક્યાંય સીધી ‘લિંક’ ન હોય કે આવા નિર્ણય લેતી વખતે આ પુસ્તકનું વાચન કામ આવ્યું કે પેલી પરિસ્થિતિને પાર પાડવા પેલું વાચન ઉપયોગી થયું, પણ કરાયેલા સમગ્ર વાચનથી માણસ મેચ્યોર અને સમજદાર થયો હોય છે. માણસના સંસ્કાર, વિવેક, વાતચીત, શિસ્ત, ધીરજ, વ્યવહાર, રહેણી-કહેણી, વાણી અને ટેવોમાં વાચનનું પ્રતિબિંબ છલકાતું હોય છે. વાચનથી આપણામાં આવતો બદલાવ ત્વરિત ન દેખાય; કદાચ આજે લેવાતા કોઈ નિર્ણયમાં બાળપણમાં વાંચેલી એકાદ ‘મોરલ સ્ટોરી’નો પ્રભાવ પણ હોય અને આજે રખાતી ધીરજ પાછળ ક્યારેક વંચાયેલા કોઈ ‘મોટિવેશનલ બુક’ની પ્રેરણા પણ હોય. ‘વાંચીએ છીએ એ ક્યાં કામ આવશે?’ એવું વિચારવાને બદલે ‘ક્યાંક તો કામ આવશે જ’ એવું વિચારવું જરૂરી છે. વાંચેલું ક્યાં, ક્યારે અને કઈ રીતે કામ આવે એનો અંદાજ ન લગાવી શકાય, એ તો અનુભવે જ સમજાય. વાચનથી ભાષા સુધરે અને નવા શબ્દો જડે. વાચનથી આત્મવિશ્વાસ તેમજ અન્ય પ્રત્યે વિશ્વાસ વધે. બીજાના અનુભવો વાંચવાથી સારા-નરસાનો ભેદ પાડવો સહેલો થઈ જાય. શું સાચું અને શું ખોટું તેની વિવેકબુદ્ધિ આવે. વાંચવાથી કલ્પનાશક્તિ વધે, વિઝન વિકસે, વ્યૂહરચના અને આયોજન આવડે તથા યોગ્ય અને ઝડપી નિર્ણય લેતાં આવડે. નોકરી, વ્યવસાય, દામ્પત્યજીવન, બાળઉછેર, આવક, ખર્ચ, બચત, રોકાણ, સંબંધ, સગપણ, ભાગીદારી કે વ્યવહાર—બધે જ એક યા બીજી રીતે વાચન કામ આવે જ છે. એ દેખાઈ ન આવે પણ જે કાંઈ આપણાથી સારું કે સાચું થાય, તેમાં વાચનનો થોડો કે ઘણો ફાળો તો હોય જ છે. જેમ જેમ વાંચતાં રહીએ તેમ તેમ વિચારતાં રહીએ અને જેમ વિચારતાં રહીએ તેમ ઘડાતાં રહીએ. બસ, જીવનમાં એકવાર વાચનની ટેવ પડે એટલે પછી એની પાછળ બીજું બધું આપોઆપ આવી જાય. વિચારજો! }
    Click here to Read More
    Previous Article
    મરક મરક:મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ…
    Next Article
    શબ્દસૌંદર્ય:કપ-રકાબી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment