Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારિકાનગરી ધર્મમય:જગતમંદિરે કાળીયા ઠાકરના જન્મોત્સવના વધામણા જન્માષ્ટમી પર્વે પોણા બે લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

    7 hours ago

    યાત્રાધામ દ્વારકાના સૌથી મોટા તહેવારો પૈકી શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી પર્વે ભગવાન દ્વારકાધીશજીને શિશ ઝૂકાવવા અભુતપુર્વ જનમેદની ઉમટી પડી હતી. જન્માષ્ટમી પર્વે જ લગભગ પોણા બે લાખથી વધુ સહિત ત્રણ દિવસમાં લગભગ ત્રણેક લાખ ભાવિકો ઉમટી પડતા યાત્રાધામના જગતમંદિર સહિત આજુબાજુના તમામ વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળતી હતી. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે સુચારૂ દર્શન વ્યવસ્થા યાત્રિકો માટે ગોઠવાઇ હતી. જગતમંદિરમાં મધરાતે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની પાવન ક્ષણ આવતાં જ મંદિર પરિસર ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. કૃષ્ણ જન્મોત્સવના દર્શન માટે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારો અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા પહોંચ્યા હતા. મધરાતે યોજાયેલી જન્મોત્સવ આરતીમાં મહાનભાવો, અધિકારીગણ અને હજારો કૃષ્ણભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીના વહેલી સવારથી જ દ્વારકામાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગોમતી ઘાટ ખાતે પવિત્ર સ્નાન કરી દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો હતો. ઠાકોરજીને સવારે ખુલ્લા પડદે સ્નાન અભિષેક કરાવવામાં આવ્યો હતો. જગતમંદિરમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. જન્માષ્ટમીના બીજા દિવસે નૌમના રોજ જગતમંદિરમાં પરંપરાગત પારણા નૌમનો ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ભગવાન દ્વારકાધીશના બાલસ્વરૂપને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભગવાનને છપ્પન ભોગ ધરાવી અન્નકૂટ મનોરથ યોજાયો હતો. અન્નકૂટના વિશેષ દર્શનનો પણ હજારો ભાવિકોએ લાભ લીધો હતો જન્માષ્ટમી પર્વ દરમિયાન શ્રાવણ વદ છઠ્ઠ, સાતમ અને આઠમ એમ ત્રણ દિવસમાં દ્વારકાધીશ જગતમંદિરમાં લાખો ભાવિકોએ ઠાકોરજીના દર્શન કર્યા હતા. વિશાળ શોભાયાત્રા, સુવર્ણ રથમાં ભગવાન બિરાજમાન... જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં કાન્હા વિચાર મંચના નેજા હેઠળ આહિર સમાજ દ્વારા સતત નવમા વર્ષે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ચાર વાગ્યે ચરકલા હાઇવે માર્ગ પર આવેલા આહિર સમાજ ભવન ખાતેથી ઢોલ-નગારાના તાલ અને જય મુરલીધરના જયઘોષ સાથે શોભાયાત્રા નીકળી હતી. સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આહિર સમાજના ભાઈ-બહેનોએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં ભાગ લીધો હતો. પરંપરાગત રાસમંડળી દ્વારા વિવિધ રાસની રજૂઆત કરાઇ હતી.શોભાયાત્રા આહિર સમાજ ભવનથી ઇસ્કોન ગેઇટ, રબારી ગેઇટ અને ભદ્રકાલી ચોકના માર્ગે પસાર થઈ હતી. શોભાયાત્રામાં સુવર્ણ રથમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ સ્વરૂપ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્રણ દિવસમાં ત્રણ લાખથી વધુ ભાવિકો પહોંચ્યા, જગતમંદિરે શીશ ઝૂંકાવ્યું જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રાવણ વદ છઠ્ઠથી આઠમ સુધી ત્રણ દિવસ દરમિયાન દ્વારકાધીશ જગતમંદિરમાં લાખો ભાવિકોએ ઠાકોરજીના દર્શન કર્યા હતા. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે સૌથી વધુ ભીડ જોવા મળી હતી અને મધરાતે કૃષ્ણ જન્મ સમયે જગતમંદિર ભાવિકોના માનવમહેરામણથી ઉભરાયું હતું ,
    Click here to Read More
    Previous Article
    કચ્છી ટાંગલિયા શાલ, વૂડ કાર્વાંગ અને મશરૂ વણાટની પસંદગી કરાઈ:રોગાનથી મડ મિરર સુધી રાજ્ય અને ઝોન કક્ષાએ કચ્છના 7 કલાકારોને એવોર્ડ
    Next Article
    गणेश चतुर्थी पर ऐसे करें बप्पा की स्थापना और पूजा, जानें शुभ मुहूर्त और विधि

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment