Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં શ્રદ્ધાળુઓ માટે પોલીસે ફરાળ બાદ પાણીની સેવા શરૂ કરી:જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ શુદ્ધ પીવાનું પાણીની સુવિધા

    8 hours ago

    ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ સોમનાથ આવતા યાત્રાળુઓ માટે નવી સેવા શરૂ કરવામાં આવી છે. પોલીસે ફરાળી પ્રસાદ બાદ હવે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી છે. શ્રાવણ માસ ભક્તિનો મહિનો છે અને સોમનાથ આસ્થાનું પવિત્ર ધામ છે. આ કારણે દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવી રહ્યા છે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસે ખાસ કાળજી લીધી છે. શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીના દિવસે ભાવિકો માટે વિનામૂલ્યે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે પોલીસે દરરોજ શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની સેવા પણ શરૂ કરી છે.વેરાવળમાં પોલીસ વિભાગના RO પ્લાન્ટમાંથી શુદ્ધ પાણી સોમનાથ સુધી પહોંચાડવામાં આવે છે. દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને આ પાણી વિનામૂલ્યે મળે છે.તડકામાં દૂરથી પગપાળા કે વાહનોમાં સોમનાથ પહોંચતા ભક્તો માટે આ સેવા ઘણી મદદરૂપ છે. આવતીકાલથી અમાસ સુધી શ્રદ્ધાળુઓ માટે પોલીસ વિભાગ દ્વારા વિનામૂલ્યે ફરાળ અને શુદ્ધ પાણીની વ્યવસ્થા ચાલુ રહેશે. પોલીસ વિભાગ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરતું નથી. જરૂર પડે ત્યારે તે સેવા અને માનવતાનું ઉદાહરણ પણ પૂરું પાડે છે. સોમનાથમાં ભક્તિનો માહોલ છે અને આ વચ્ચે ગીર સોમનાથ પોલીસની સેવાભાવનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. "ભક્તોની સેવા એટલે ભગવાનની સેવા" ના ભાવ સાથે પોલીસ વિભાગની આ પહેલ વખાણવા લાયક છે. સોમનાથ મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે પાણી અને ફરાળની આ મફત સેવા ભક્તિ અને માનવતાનો સુંદર સંગમ બની છે.
    Click here to Read More
    Previous Article
    સરપંચ મયંક પટેલે જન્મદિવસ પર સેવાયજ્ઞ કર્યો:169 યુનિટ રક્ત એકત્રિત થયા, 284 લોકોએ નિઃશુલ્ક આંખ તપાસનો લાભ લીધો
    Next Article
    સિવિલ હોસ્પિટલ રેગિંગ કેસમાં ડો. અનુજના આગોતરા જામીન ફગાવ્યા:કોસાડ આવાસની ઝાડીઓમાંથી 68 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો, આઠમના દિવસે વૃદ્ધની ઘાતકી હત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment