Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓકલેન્ડમાં શ્રી રાધા કૃષ્ણ મંદિરે ઉજવી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી:ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોના જતનનું માધ્યમ, ઑકલેન્ડ ઇન્ડિયન એસોસિએશન દ્વારા ભાઈચારાનું અનોખું ઉદાહરણ

    1 day ago

    ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ સ્થિત ઈડન ટેરેસ ખાતે આવેલા પ્રખ્યાત શ્રી રાધા કૃષ્ણ મંદિર અને મહાત્મા ગાંધી સેન્ટરમાં 'શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 2026'ની પાવન ઉજવણી અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પવિત્ર ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના શ્રદ્ધાળુઓ અને પરપ્રાંતિય ભક્તો પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસર 'જય શ્રી કૃષ્ણ' અને ભજનોના ગુંજારવથી કૃષ્ણમય બની ગયું હતું. મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી અને પૂજા-અર્ચના જન્માષ્ટમીના પાવન પર્વે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના, મનોરથ, મંત્રાચ્ચાર તેમજ ભજન-કીર્તનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની પવિત્ર ક્ષણ આવતાં જ સમગ્ર મંદિર પરિસરમાં ભક્તો દ્વારા તાલીઓ અને જયઘોષ સાથે કાનુડાના જન્મોત્સવને વધાવી લેવાયો હતો. શ્રદ્ધાળુઓએ બાલગોપાળના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.વિદેશની ધરતી પર આયોજિત આ ધાર્મિક ઉત્સવ માત્ર એક તહેવાર પૂરતો સીમિત ન રહેતાં, ઓકલેન્ડમાં વસતા ભારતીય સમુદાયની નવી પેઢી સુધી પોતપોતાની સંસ્કૃતિ, પરંપરાઓ અને આધ્યાત્મિક મૂલ્યો પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ બન્યો હતો. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ ભારતીય પારંપરિક પોશાકમાં સજ્જ થઈને આ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઑકલેન્ડ ઇન્ડિયન એસોસિએશન દ્વારા ભાઈચારાનું અનોખું ઉદાહરણ આ ભવ્ય ધાર્મિક પ્રસંગનું આયોજન શ્રી રાધા કૃષ્ણ મંદિર અને ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશન (Auckland Indian Association) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ વિદેશમાં રહેતા ભારતીય પરિવારો અને સમગ્ર સમુદાયને એકમંચ પર લાવીને પરસ્પર એકતા, પ્રેમ અને ભાઈચારાની ભાવના મજબૂત કરવાનો હતો, જેમાં આયોજકો સંપૂર્ણપણે સફળ રહ્યા હતા. મહાપ્રસાદ અને આનંદ સાથે ઉત્સવની ભક્તિમય પૂર્ણાહુતિ ધાર્મિક વિધિઓ અને મહાઆરતી સંપન્ન થયા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે ભવ્ય મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોએ અત્યંત ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ રીતે ઓકલેન્ડમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ૨૦૨૬ની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને સામાજિક એકતાના અનોખા સંદેશ સાથે વિદેશમાં વસતા ભારતીયો માટે ચિરસ્મરણીય બની રહી હતી.
    Click here to Read More
    Previous Article
    Manav Suthar Stars With Seven-Wicket Haul As Warwickshire Crush Hampshire
    Next Article
    PM દિલ્હીની શ્રીરામ કોલેજનાં શતાબ્દી સમારોહમાં પહોંચ્યા:મેટ્રોમાં બાળકો સાથે વાત કરી, Gen-Zને સંબોધિત કરશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment