Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેવડી બજાર પાસે પેસેન્જરને છરી બતાવી રિક્ષા ગેંગે લૂંટી લીધો:યુવક બાવળાથી બિહાર જવા ગીતા મંદિર આવ્યો, ત્યાંથી રિક્ષામાં કાલુપુર રેલવે સ્ટેશન જતાં લૂંટાયો

    8 hours ago

    કાલુપુર રેવડી બજાર પાસે રિક્ષાચાલક ગેંગે બિહારી યુવકને પેસેન્જર તરીકે બેસાડીને રસ્તામાં છરી બતાવી માર મારીને લૂંટી લીધો હતો, જેમાં યુવક બાવળાથી બસમાં ગીતા મંદિર આવ્યો ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન જવા રિક્ષામાં બેઠો હતો. આ અંગે યુવકે રિક્ષાચાલક સહિત બે શખ્સો સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવક કાલુપર રેલવે સ્ટેશન જવા રિક્ષામાં બેઠો બિહાર ખાતે રહેતા ઋષિકુમાર કહારે કાલુપુર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક સહિત બે શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે. ઋષિ બાવળાથી એસટી બસમાં બેસીને ગીતામંદિર આવ્યો હતો અને ત્યાંથી પોતાના વતન બિહાર જવા રેલવે સ્ટેશન તરફ જવા માટે રિક્ષામાં બેઠો હતો. રિક્ષામાં પહેલેથી જ એક શખ્સ પેસેન્જરના સ્વાંગમાં બેઠો હતો. રિક્ષાચાલકે ઋષિ પાસેથી રૂ. 20 ભાડું નક્કી કર્યું હતું. રિક્ષાચાલક ઋષિને લઈને કાલુપુર રેવડી બજાર પાસે પહોંચ્યો હતો. આરોપીઓએ રૂ.1600 રોકડા અને મોબાઈલ લૂંટી લીધો ચાલકે અંધારામાં રિક્ષા ઉભી રાખી હતી. રિક્ષામાં બેઠેલા બંને શખ્સોએ ઋષિને માર મારવાનું શરૂ કરી દીધું હતું. બંનેએ છરી બતાવી ‘ચુપચાપ જે હોય તે આપી દે, નહીં તો છરી મારી દઈશ’ તેવી ધમકી આપી હતી. ડરી ગયેલા ઋષિ પાસેથી બંનેએ રૂ. 1600 રોકડા અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. ત્યારબાદ માર મારી રિક્ષાચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માણસા IIFL ફાયનાન્સના બ્રાંચ મેનેજરની હત્યા:₹6 લાખની લેવડદેવડ, ગીરવે મુકેલું સોનું પાછું મેળવવા ગળુ દબાવ્યું, કાર ખાડામાં ફસાતા આરોપીઓ ભાગ્યા, પ્રેમિકા ઝડપાઈ, પ્રેમી ફરાર
    Next Article
    વઢવાણના રામપરા ગામે શ્રી શુરવીર કુબેરેશ્વર દાદાનો અષ્ટમ પાટોત્સવ યોજાયો:દેવગતિ તિથિ નિમિત્તે વિષ્ણુયાગ મહોત્સવ યોજાયો, મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ દર્શન કર્યા.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment