Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રિલિંગ દરમિયાન ભીંત ધરાશાયી, એક મજૂર ગંભીર:કોઠી ચાર રસ્તા પાસે કુબેર ભવનમાં રિનોવેશન કામગીરી દરમ્યાન અકસ્માત

    11 hours ago

    વડોદરાના કોઠી ચાર રસ્તા પાસે આવેલ સરકારી કચેરી કુબેર ભવન ખાતે ચાલી રહેલા રિનોવેશનના કામ દરમિયાન એક અકસ્માત સર્જાયો છે. ડ્રિલિંગની કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક ભીંતનો ભાગ ધરાશાયી થતાં એક મજૂર તેની નીચે દબાઈ ગયો હતો, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલમાં તેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે. ઇમારત જૂની અને જર્જરીત હોવાથી જોખમી સાબિત થઈ વડોદરાના જાણીતા કુબેર ભવન ખાતે છેલ્લા કેટલાક સમયથી જર્જરીત ભાગોના સુધારણા અને રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત આજે મજૂરો દ્વારા વિવિધ પ્રકારના બાંધકામ અને રિપેરિંગના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. કચેરીની ઇમારત જૂની અને જર્જરીત હોવાથી અહીં આ કામગીરી ખૂબ જ જોખમી સાબિત થઈ રહી હતી. ડ્રિલિંગના વાઇબ્રેશન ને દિવાલનો એક ભાગ તૂટ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, આજે કુબેર ભવનમાં શ્રમિકો દ્વારા ડ્રિલિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. ડ્રિલિંગના વાઇબ્રેશન અથવા અન્ય કારણોસર અચાનક ભીંતનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો. આ ભીંત ત્યાં કામ કરી રહેલા મજૂરો ઉપર પડતા, એક મજૂર નીચે દબાઈ ગયો હતો અને તેને ઈજાઓ પહોંચી હતી. મજૂરને કાટમાળમાંથી બહાર કાઢી સારવારમાં ખસેડાયો અકસ્માતની આ ઘટના બનતાની સાથે જ સ્થળ પર હાજર અન્ય લોકો અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે મજૂરને કાટમાળમાંથી બહાર કાઢી રિક્ષા મારફતે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલમાં સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી નેશનલ હાઇવે બાયપાસમાં ખેડૂતોની વળતર બેઠક નિષ્ફળ:જમીન સંપાદનના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ, આંદોલનની ચીમકી
    Next Article
    Priyanka Chopra And Jennifer Lawrence's Playful Banter Becomes The Highlight At Paris Event

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment