Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી નેશનલ હાઇવે બાયપાસમાં ખેડૂતોની વળતર બેઠક નિષ્ફળ:જમીન સંપાદનના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ, આંદોલનની ચીમકી

    12 hours ago

    મોરબીમાં નેશનલ હાઇવે બાયપાસ માટે જમીન સંપાદન અંગે આજે ખેડૂતોની એક બેઠક થઈ હતી. આ બેઠક ગાળા, કેરાળા, જસમતગઢ, સાપર, નીચી માંડલ, આંદરણા, ખરેડા, વાંકડા અને જીવાપર (ચકમપર) ગામના ખેડૂત પ્રતિનિધિઓ સાથે યોજાઈ હતી. બેઠકમાં મોરબી પ્રાંત અધિકારી, સંપાદન અધિકારી અને નેશનલ હાઇવેના અધિકારીઓ હાજર હતા. ખેડૂતોએ જમીન સંપાદન અને વળતર સહિતના પોતાના અલગ અલગ પ્રશ્નો અધિકારીઓ સામે રજૂ કર્યા હતા. પણ, ખેડૂતોના પ્રશ્નો અને વળતર બાબતે કોઈ પાકો ઉકેલ ન આવતા આ બેઠક નિષ્ફળ રહી. આ કારણે ખેડૂતોમાં ખૂબ ગુસ્સો દેખાયો. ખેડૂત પ્રતિનિધિઓએ ચોખ્ખી ના પાડી કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ અને સંતોષકારક વળતર નહીં મળે, ત્યાં સુધી સંપાદનનું કામ આગળ વધારવામાં ન આવે. તેમણે એ પણ ચીમકી આપી કે જો પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં મોટું આંદોલન કરશે.
    Click here to Read More
    Previous Article
    મીની બજારમાં રાત્રે ગેસના બોટલમાં લાગી આગ:લીકેજથી જીબ્રા ક્રોસિંગ કરતા ટેમ્પો ભડકે બળ્યો, ધુમાડાના ગોટેગોટા વચ્ચે નાસભાગ; ફાયર ફાઈટરોએ આગ બુઝાવી
    Next Article
    ડ્રિલિંગ દરમિયાન ભીંત ધરાશાયી, એક મજૂર ગંભીર:કોઠી ચાર રસ્તા પાસે કુબેર ભવનમાં રિનોવેશન કામગીરી દરમ્યાન અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment