Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂર્યા ચોક પાસે જૂની અદાવતમાં યુવક પર ચાર શખસનો હુમલો:રસ્તામાં બહેનની નજર સામે માથામાં ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી

    21 hours ago

    ભાવનગરના કુંભારવાડા પરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અજય રાઠોડ પર ત્રણ મહિના અગાઉ થયેલા સમાધાનની અદાવત રાખી ચાર શખસે હુમલો કરી ઢોર માર માર્યો હતો. સૂર્યા વાળા ચોક પાસે બહેનની નજર સામે જ ચારેય હુમલાખોરોએ યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મનીષાબેન રાઠોડે ઘોઘા રોડ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ત્રણ મહિના અગાઉ કરાવેલા સમાધાન અંગે બોલાચાલી કરી માર માર્યો 3 સપ્ટેમ્બરના રોજ રાત્રે અજય તેની બહેન મનીષા સાથે મોટરસાયકલ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન સૂર્યા વાળા ચોક પાસે સુમીત બારૈયા અને શ્યામ ઉર્ફે ભૂરો બારૈયાએ બાઈક રોકાવી "ત્રણ મહિના પહેલા મારા મિત્ર સાથે બોલાચાલી થઈ ત્યારે તું કેમ વચ્ચે સમાધાન કરાવવા આવેલો?" તેમ કહી ગાળો ભાંડી મારપીટ શરૂ કરી હતી. ચારેય શખ્સોએ ભેગા મળી માથામાં ગંભીર ઈજા પહોંચાડી આ દરમિયાન પાછળથી પરિઓ બારૈયા અને ધાર્મિક ઉર્ફે બાધો નામના અન્ય બે શખ્સો પણ આવી પહોંચ્યા હતા. ચારેય શખ્સોએ ભેગા મળી અજયને આડેધડ મૂઢ માર મારતાં તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બહેન અને ફોઈએ વચ્ચે પડી અજયને વધુ મારથી બચાવ્યો હતો. ઈજાગ્રસ્ત અજયને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે પોલીસે ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મનપામાં વૃક્ષારોપણના નામે પ્રજાના ટેક્સના નાણાંનો ધુમાડો:​ટીંબાવાડી ગાર્ડનમાં 1000 થી વધુ રોપાઓ સુકાઈને મૃતપ્રાય: શાસકોના 'ફોટો સેશન' સામે વિપક્ષના આકરા પ્રહારો, સ્ટેન્ડિંગ ચેરમેને આપ્યો સરકારી જવાબ
    Next Article
    પશ્ચિમ કચ્છ સાયબર સેલે 33 ગુમ મોબાઈલ શોધી કાઢ્યા:રૂ.5.11 લાખની કિંમતના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment