Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેદારનાથમાં વડોદરાના ભક્તોએ સજાવી શ્રીકૃષ્ણની પાલખી:વર્ષો જૂની પરંપરા મુજબ જન્માષ્ટમીની ઉજવણી; શિવધામ 'જય શ્રીકૃષ્ણ'ના નાદથી ગૂંજી ઊઠ્યું

    9 hours ago

    પવિત્ર કેદારનાથ ધામ ખાતે જન્માષ્ટમીના પર્વે વર્ષો જૂની પરંપરા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય પાલખી યાત્રા ધામધૂમપૂર્વક યોજાઈ હતી. આ પાવન પ્રસંગે વડોદરાના શિવભક્તોએ દર વર્ષની જેમ કેદારનાથ પહોંચીને ભગવાન શ્રીકૃષ્ણની પાલખીને મનોહર ફૂલોથી સજાવી હતી. મંદિર સમિતિ, પૂજારીગણ અને સ્થાનિક તંત્રના સહયોગથી યોજાયેલા આ ઉત્સવમાં સમગ્ર ઘાટી 'જય શ્રીકૃષ્ણ'ના નાદ સાથે ગૂંજી ઊઠી હતી અને શિવધામ કૃષ્ણભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. મંદિર પરિસરમાં ભજન, ધૂન અને ગરબાનું વિશિષ્ટ આયોજન જન્માષ્ટમી નિમિત્તે કેદારનાથ મંદિર પરિસરમાં કૃષ્ણ ભજન, ધૂન અને ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. હિમાલયની ઊંચાઈઓ વચ્ચે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશો ભક્તિસંગીતના તાલે ઝૂમી ઊઠ્યા હતા. આ પ્રસંગે વડોદરાના ભક્તોએ વિવિધ સેવાકીય વ્યવસ્થાઓમાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું. મંદિર સમિતિ અને તંત્રના સહયોગ બદલ આભાર વ્યક્ત કરાયો વડોદરાના શિવભક્ત સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણની પાલખીને શણગારવાનું સૌભાગ્ય વડોદરાના શિવભક્તોને પ્રાપ્ત થયું છે. કેદારનાથ મંદિર કમિટી, પૂજારી કમિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ પૂરો સહયોગ અને પરવાનગી આપવામાં આવ્યા હતા, જે બદલ તેમણે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જન્માષ્ટમીએ દ્વારકા દર્શન કરીને જતાં યુવકોને અકસ્માત નડ્યો:ઓખા મઢી ટોલનાકા પાસે ઊભેલી નવીનકોર કિયા કારમાં બાઈક ઘૂસ્યું, 2ની હાલત ગંભીર, હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    Building Bharat: How PhonePe Pulse Pro Is Decoding India's Economic Pulse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment