Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી શોભાયાત્રાનું ખુશી ફાઉન્ડેશન દ્વારા સ્વાગત:ફૂલહાર-સાલ ઓઢાડી આગેવાનોનું સન્માન, કોમી એકતા અને ભક્તિનો ત્રિવેણી સંગમ

    7 hours ago

    શ્રાવણ માસમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા યોજાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રહેલી આ શોભાયાત્રાનું સુરેન્દ્રનગર ટાવર પાસે ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોમી એકતા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. ખુશી ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અકબરભાઈ હનિફભાઈ કટિયાની અધ્યક્ષતામાં શોભાયાત્રાના અગ્રણીઓ અને ભાવિકોનું ફૂલહાર પહેરાવી તેમજ સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત ઘણા કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી હનીફભાઈ કાયાભાઈ કટિયા, જહાગીરભાઈ બી. ચૌહાણ, હાર્દિકભાઈ ગાંધી, ધર્મેશભાઈ શુક્લા, રવિભાઈ જાની અને મુસ્તાક જામ સહિતના આગેવાનો જોડાયા હતા. શોભાયાત્રાના સ્વાગત અને સમગ્ર વ્યવસ્થાને સફળ બનાવવા માટે ખુશી ફાઉન્ડેશનના કાર્યકરો આમીનભાઈ સીદાતર (જોરાવરનગર), શહેઝાદ પઠાણ (જોરાવરનગર), જુસબભાઈ અબ્દુલભાઈ કટિયા, મહેબુબભાઈ યાકુભાઈ જરગેલા, ભરતભાઈ બી. મહેતા, ધર્મેન્દ્રભાઈ પટેલ (અમદાવાદ) સહિતના કાર્યકરોએ મહેનત કરી હતી. ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયેલું આ સ્વાગત માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતું સીમિત ન રહેતા હિન્દુ-મુસ્લિમ એકતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિવિધ સમાજના લોકો સાથે મળીને ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રાનું સ્વાગત કરતા સુરેન્દ્રનગર શહેરમાં ભક્તિ અને કોમી એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડના સરદાર હાઈટ્સ મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી:ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે પાલખી યાત્રા નીકળી
    Next Article
    બોટાદમાં માતૃભાષા અભિયાન અને Young Giants દ્વારા પુસ્તક પરબ:વાચન સંસ્કૃતિને વેગ આપવા દર મહિને મળશે મનપસંદ બે પુસ્તકો વિનામૂલ્યે.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment