Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં જન્માષ્ટમીએ મધરાતે ગૂંજી ઉઠ્યું:‘નંદ ઘેર આનંદ ભયો’ના જયઘોષથી કૃષ્ણ જન્મની ઉજવણી

    1 day ago

    વલસાડ શહેરમાં જન્માષ્ટમીના પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. શહેરના અલગ-અલગ મંદિરો ઉપરાંત ઘણા ઘરોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ માટે ખાસ તૈયારીઓ કરાઈ હતી. મંદિર અને ઘરોમાં શ્રીકૃષ્ણની બાળસ્વરૂપ મૂર્તિને શણગારવામાં આવી હતી. રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે મંદિરો અને ઘરોમાં આરતી ઉતારવામાં આવી. ભક્તોએ ભગવાનને મોરપીંછ, વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ઝૂલામાં બેસાડ્યા હતા. જન્મોત્સવની આરતી વખતે ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. શ્રીકૃષ્ણ જન્મની ઘડી આવતા જ ભક્તોએ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી’ અને ‘જય રણછોડ, માખણ ચોર’ના જયઘોષ સાથે ઉજવણી કરી. ઢોલ-નગારાના અવાજ અને ભક્તિના જયઘોષથી શહેરનું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. મોડી રાત સુધી મંદિરોમાં દર્શન અને પૂજા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. જન્માષ્ટમી નિમિત્તે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મંદિર પરિસરોને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. બાળકોમાં પણ શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને ખાસ ઉત્સાહ હતો. આ સાથે ઘરોમાં પ્રસાદનું વિતરણ કરીને પરિવારજનોએ સાથે મળીને કૃષ્ણ જન્મની ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'બદલાઈ ગયો દુનિયાનો નકશો!':UN મહાસભામાં ઐતિહાસિક પ્રસ્તાવ પાસ, અમેરિકાએ વિરોધ કર્યો; જાણો હવે કેવું દેખાશે ભારત અને આફ્રિકા
    Next Article
    સાતમ-આઠમ પર્વનો જુગાર:પોલીસે જેસર ના નવા પા ગામેથી જુગાર રમતા અલગ અલગ બે કેસોમાં 15 શખ્સો ઝડપાયા, 27 હાજરથી વધુના મુદ્દામાલ ઝડપી લોધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment