Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી:‘નંદ ઘેર આનંદ ભયો...’ના નાદથી ગુંજી ઉઠ્યું શહેર

    1 day ago

    શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના પાવન પર્વ પર ભરૂચ શહેર સહિત જિલ્લામાં શુક્રવારે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તોએ ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરી હતી. નંદલાલના જન્મોત્સવને વધાવવા માટે શહેરના વિવિધ મંદિરો, ધર્મસ્થાનો, શેરીઓ, સોસાયટીઓ અને ફળિયાઓમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જન્માષ્ટમીને લઈને સવારથી જ શહેરના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના વિશેષ શણગાર, પૂજા-અર્ચના અને દર્શન કરાયા હતા. સાંજ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં કૃષ્ણ ભક્તિનો માહોલ છવાઈ ગયો. ભક્તિ ગીતો અને ભજનોની ધૂન સાથે કેટલાક સ્થળોએ રાસ-ગરબાના કાર્યક્રમો પણ યોજાયા હતા. જન્માષ્ટમીની મધરાતે બરાબર 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઘડી આવતા જ મંદિરો સહિત શહેરના અનેક વિસ્તારોમાં ભક્તોએ જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો. ‘નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયા લાલ કી’ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણને પારણામાં ઝુલાવી જન્મોત્સવની વધામણી કરી. શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા. યુવકોની ટીમોએ ઉત્સાહથી મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી. અનેક સોસાયટીઓ અને જાહેર સ્થળોએ નાના-મોટા ધાર્મિક કાર્યક્રમો યોજાતા સમગ્ર શહેરમાં દિવસભર અને ખાસ કરીને રાત્રિના સમયે કૃષ્ણમય માહોલ જોવા મળ્યો. આમ, ભરૂચમાં જન્માષ્ટમીના પાવન પર્વની ભક્તિ, પરંપરા અને ઉત્સાહના સંગમ સાથે રંગેચંગે ઉજવણી થઈ.
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રમાં નવરાત્રિ પર ગરબામાં મુસ્લિમ પર પ્રતિબંધ:VHPએ નિયમો જાહેર કર્યા; આધાર કાર્ડ ચેક કરવામાં આવશે, કપાળ પર તિલક ફરજિયાત; પછી જ ગરબામાં એન્ટ્રી
    Next Article
    ભડીયાદમાં જાહેરમાં જુગાર રમતાં શખસો વચ્ચે મારામારી, વીડિયો:પત્તા રમવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો; 5ને હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment